બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાહોદમાં 5 ઈંચથી વધારે ખાબક્યો

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાહોદમાં 5 ઈંચથી વધારે ખાબક્યો

Last Updated: 11:50 AM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ મોડાસામાં જ્યારે સૌથી ઓછો વરસાદ લુણાવાડામાં નોંધાયો હતો.

1/6

photoStories-logo

1. 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ મોડાસામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો, દાહોદમાં 2.5 ઈંચ, ઉમરપાડામાં પોણા 2 ઈંચ, ગોધરામાં 1.5 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ, સોનગઢમાં સવા ઈંચ, ગરુડેશ્વરમાં 1 ઈંચ, લુણાવાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં નર્મદાનાં ગરૂડેશ્વરમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં 4 ઈંચ, તિલકવાડામાં સવા 2 ઈંચ, નેત્રંગ, નસવાડી, ડેડિયાપાડા તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમજ સિનોર, માંડવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દાહોદમાં ઠેર ઠેર પાણી ભરાયા

દાહોદ જિલ્લામાં રાત્રી દરમિયાન વરસેલા 5.1 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના ગોદીરોડ, સ્ટેશન વિસ્તાર, જળવિહાર સોસાયટી, ભીલવાડા સહીતના વિસ્તારમાં પાણી ભરાયા છે. દાહોદ, ઝાલોદ, લીમડી,ધાનપુર સહીતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે રાત્રી દરમિયાન દાહોદ તાલુકામાં 2 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ

સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડબ્રહ્મા, વડાલીમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. દામાવાશ કંપા, દેરોલમાં પણ મૂશળદાર વરસાદ પડ્યો હતો. વડાલીનાં શંકરપુરા, વડાલી, કંપા, ધરોલ કંપા, ઊંચી ધનાલમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 10 વાગ્યા સુધીમાં રાજ્યના 15 જિલ્લામાં વરસાદ

સવારનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 15 જીલ્લામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સુરતનાં ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નર્મદાનાં ગરૂડેશ્વરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. નેત્રંગમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તિલકવાડામાં 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચેક ડેમ ઓવરફ્લો થયા

સુરતનાં ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસતા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. કેવડી જતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા ખાતા આંબા અને કેવડી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. સવારથી ધોધમાર વરસાદ વરસતા ચેકડેમ ઓવરફ્લો થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Garudeshwar Rainy weather, Megh Meher, Garudeshwar Megh Meher Rainy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ