ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના લિંબાયત વાદળ ફાટ્યું! સાડા ચાર ઇંચ વરસાદ ખાબકી પડ્યો, અનેક વિસ્તાર ગળાડૂબ
Last Updated: 03:19 PM, 19 September 2025
ADVERTISEMENT
થોડા દિવસોના વિરામ બાદ આજે સવારે સુરત શહેરમાં મોસમાએ ફરીથી સતત વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે.
ADVERTISEMENT
ઓમનગરમાં વરસાદી પાણીના દરિયા જેવી સ્થિતિ
ADVERTISEMENT
લિંબાયત વિસ્તારનું ઓમનગર પાણીની ભયાવહ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. અહીં નિકાસ વ્યવસ્થાની અછતને કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયું છે, જેના કારણે સ્થાનિકોએ ઘર છોડવાનો વારો આવ્યો છે. અનેક ઘરોમાં લાકડા, ઇલેક્ટ્રોનિક સાધનો અને જરૂરિયાતની ચીજવસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ હતી.

ADVERTISEMENT
છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લિંબાયતમાં એક કલાકમાં સાડા ચારા ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. લીંબાયત વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. તેમજ અનેક વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. સુરતના અન્ય વિસ્તારોમાં પણ એક ઈંચથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચોટીલા બાનમાં લીધું! ઘાંચીવાડમાં 5 થી 6 લોકોએ લાકડીઓ ફેરવી, મકાનના દરવાજા તોડી સાધનમાં તોડફોડ
વાહન ચાલકોને ભારે મુશ્કેલી
ADVERTISEMENT
શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલાક વાહનો રસ્તામાં બંધ પડી ગયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો