ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / ચૂંટણી 2019 / સુરતના સમાચાર / Rahul Gandhi at surat

માનહાનિ કેસ / સબ મોદી ચોર હૈના કેસ અંગે સુરત કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું ‘ગુનો કબૂલ નથી’,વધુ સુનાવણી 10મી ડિસેમ્બરે

Published By: Divyesh

Last Updated: 01:45 PM, 10 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે ગુનો કબૂલ નથી. માનહાનિ કેસને લઇને આગામી 10 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાની કેસમાં કોર્ટમાં હાજર રહેવાને લઇને સુરત પહોંચ્યા હતા. માનહાનિ કેસને લઇને રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા.

ADVERTISEMENT

સુરત સેશન્સ કોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધી પૂર્ણેશ મોદીને મળ્યાં તેમજ તેમના વકીલ સાથે વાતચીત કરી. જ્યારે કાયમ હાજરી ન આપવા અંગે રાહુલ ગાંધીએ કોર્ટમાં અરજી કરી છે. 


 જો કે અગાઉપ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. શહેરના અલગ-અલગ રોડ પર નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં  એરપોર્ટ પર અહેમદ  પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. સુરતમાં પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો છે. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું.

 

 

રાહુલ ગાંધીની ઉપસ્થિતિને લઇને કોર્ટ પરિસરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના આગમન પહેલા સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. આ સાથે ડોગ સ્ક્વોડ સાથે પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરત કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જવા રવાના થયા.
 

પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર કર્યો છે કેસ

સુરતના ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો છે. રાહુલે એક સભામાં આપેલા નિવેદનને લઈને પૂર્ણેશ મોદીએ કેસ કર્યો છે. આ મામલે કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. જેને લઇને આજે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થયા છે. 'સબ મોદી ચોર હૈ' નિવેદન બદલ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

congress rahul gandhi surat કોંગ્રેસ રાહુલ ગાંધી સુરત surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ