બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rabari society of Patan prepared a new constitution

કુરિવાજો બંધ / સગાઈમાં હોટલ ન રાખવી, લગ્નમાં DJ નહીં, બર્થ-ડે ઉજવણી ઘરમેળે કરવી : પાટણના રબારી સમાજે તૈયાર કર્યું નવું બંધારણ

Vishnu

Last Updated: 10:09 PM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગાઈ, લગ્ન પ્રસંગ, શ્રીમંત પ્રસંગ, પુનઃ લગ્ન, માતાજીની રમેલમા કરવામાં આવતા ખોટાખર્ચા બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

  • પાટણમાં રબારી સમાજની પહેલ
  • સમાજના કુરિવાજો સર્વાનુમતે બંધ કર્યા

21 મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી રહ્યો છે ત્યારે રૂઢિચુસ્ત રબારી સમાજ એ પણ સામાજીક કુરીવાજોને બાજુ પર મુકીને દિકરા દિકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રત્યનો શરૂ કર્યા છે.  પાટણ ગોપાલક સંકુલ ખાતે મળેલી રબારી સમાજ સામાજિક રીત રિવાજ સુધારણા પરિષદની બેઠકમાં સમાજના કુરિવાજોને સર્વાનુમતે તિલાંજલિ આપવામાં આવી છે. સગાઈ, લગ્ન પ્રસંગ, શ્રીમંત પ્રસંગ, પુનઃ લગ્ન, માતાજીની રમેલમા મસમોટા ખર્ચ કરવામાં આવે છે જેના પર સંપૂર્ણ કાબૂ રાખવા સૌ કોઈએ હાકલ કરી છે. જુઓ પાટણ રબારી સમાજના બંધારણમાં શું શું ફેરફાર કરવામાં આવ્યા

સગાઇનો પ્રસંગ

  • સગાઇમાં મોબાઇલની લેવડ દેવડ બંધ 
  • સગાઇ વિધિમાં 5 લોકોએ જવું
  • સગાઇનો રુપિયો અને ગોળ ખાવાની વિધિ ઘરે જ રાખવી હોટલમાં નહીં
  • સગાઇમાં સાદો રુપિયો આપવો.
  • બે જોડ કપડાં સિવાય કોઇ પણ લેવડ નહીં
  • ઘરધણીએ વેવાઇને રૂપિયા 2100 પહેરામણી કરવી.
  • સાથે હોય તેને રુપિયા 500 પહેરામણી આપવી.
  • અન્ય કુંટુંબીજનો કોઈ રિવાજ કરવા નહીં

લગ્ન પ્રસંગ

  • લગ્ન પહેલાં બોલાવવામાં આવતી ચાંલ્લા પ્રથા સદ્દાતર બંધ 
  • કંકોત્રી આપતી વખતે પહેરામણી આપવી કે લેવી નહીં.
  • કંકોત્રી સાથે કવર, કપડાં લાવવા નહીં.
  • રીંગ સેરેમની કે પ્રિવેડિંગ ફોટો સુટ જેવા તાજેતરમાં આવી ચડેલા કુરિવાજો બંધ કરવા.
  • દરેક પ્રસંગમાં પેકિંગ સિસ્ટમ બંધ કરવા.
  • પુન:લગ્ન (આણું)માં 10 તોલાની મર્યાદામાં દાગીનો ચડાવો
  • સમય અને ખોટા ખર્ચ બચાવવા માટે dj રાસ ગરબા કે કલાકાર લાવવા નહીં.
  • લગ્નના આગળના દિવસે જમણવાર રાખવો પાછળથી રિસેપ્શન બંધ
  • પડો ખરીદવા કુંટુંબના પાંચ જણાએ જવું.
  • આણામાં ભાઇઓએ મર્યાદીત સંખ્યામાં જવું અને સંયુક્ત પહેરામણી 5100 જ લેવી.
  • લગ્ન પ્રસંગે મહેંદી રસમ જેવા નવા રિવાજો બંધ

સીમંત અને ઝિયાણું

  • સીમંત ઘરમેળે જ સાદાઇથી કરવું.
  • સીમંતમાં દાગીનો આપવો નહીં.
  • પલ્લામાં 10 તોલા મર્યાદામાં સોનાના દાગીના આપવા
  • સગાઇ વખતે સોનાનો દાગીનો આપવો નહીં.
  • શ્રીમંત પછી ખબર લેવા જઇએ કે પાછળથી રમાડવા જાય તો 11 માણસોની મર્યાદામાં જવું.
  • કોઇ દાગીનો લઇ જવો નહીં માત્ર પાંચ જોડ કપડાં લઇ જવા.
  • સંયુક્ત પહેરામણી રુપિયા 5100 કરવી.
  • આ સિવાય બીજા કોઇ પ્રસંગોમાં રાવણાં રુપે જવું નહીં
  • દર્દીને રજા મળ્યા પછી ઘરે બોલાવવા જઇએ ત્યારે તેના ઘરેથી તે કુંટુંબીજનોની પહેરામણી લેવી કે આપવી નહીં.
  • રમેલ આપણી જૂની પરંપરા મુજબ સાદાઇથી કરવી. રમેલમાં ડીજે અને કલાકારોનો ઉપયોગ કરવો નહીં
  • ઝિયાણું પરિવારના 11 સભ્યોએ જવું
  • સંયુક્ત પહેરામણી રુપિયા 2100 લેવી કે આપવી.
  • દવાખાને ખબર લેવા જઇએ ત્યાં દર્દીના પરિવાર તરફથી જમવા બેસવું નહીં.

બેસણું રવિવારે પણ રાખી શકાશે.

  • બેસણું સોશિયલ મીડિયામાં આપીએ છીએ તે યોગ્ય છે. તેથી કોઇ દૈનિક પેપરમાં બેસણું કે શ્રદ્ધાજલિ આપવી નહીં.
  • કુદરતી નિધન વખતે સમય મર્યાદામાં વિધિ કરી દેવી રાહ જોવી નહીં.
  • બર્થડેની ઉજવણી ઘરમેળે જ કરવી, હોટેલમાં કરવી નહીં.
  • બાળકના જન્મ વખતે બે જોડ કપડાં લઇ જવા, દાગીનો લઇ જવો નહીં
  • કોઇ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જમીન પર ફુલો પાથરવા નહીં.
  • ફુલ જેવી પવિત્ર વસ્તુનું અપમાન કરી પાપમાં પડવું નહીં.
  • કોઇપણ સંજોગોમાં આડા દિવસે પહેરામણી લેવી નહીં.
  • કોઇપણ સામાજિક પ્રસંગમાં ઘરધણી સિવાય કુંટુંબીજનો કે સંબંધીઓએ પહેરામણી કરવી નહીં.
  • મામેરામાં વળતી શીખની પહેરામણી પુરુષો અને મહિલાઓમાં રૂપિયા 1100 સંટુક્ત પણે કરવી, અલગ કરવી નહીં.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ