ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંદખેડા બાળકીના મોત કેસમાં માતા-પિતા-દાદા-દાદીની સંડોવણી! પરિવાર શંકાના દાયરામાં

ખુલાસો / ચાંદખેડા બાળકીના મોત કેસમાં માતા-પિતા-દાદા-દાદીની સંડોવણી! પરિવાર શંકાના દાયરામાં

Published By: Vishal Khamar

Last Updated: 06:38 PM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવા ખુલાસા થવા પામ્યા છે.

ADVERTISEMENT

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા થવા પામ્યા છે. મૃતક બાળકીના દાદા-દાદીના શંકાસ્પદ નિવેદનો સામે આવ્યા છે. બાળકીના મોત સમયે દાદા-દાદી અને માતા-પિતા ચારેયના નિવેલન અલગ અલગ સામે આવ્યા છે.

પોલીસે બાળકીના પિતાની પૂછપરછ શરૂ કરી

બાળકીના મોત કેસમાં માતા-પિતા અને દાદા-દાદીની સંડોવણીની આશંકા છે. પુત્ર પ્રાપ્તિના મોહમાં બાળકીના મોતનું કારણ હોવાની શક્યતાઓ છે. પોલીસે બાળકીના પિતાની પૂછપરછ શરૂ કરી છે. બાળકીના માતા-પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ પૂછપરછ શરૂ કરી છે. ઢોંસાના ખીરૂ ખરીદવાથી લઈને બાળકીનૈ મોતના ઘટનાક્રમ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દાદા-દાદીના નિવેદન શંકાસ્પદ ગતિવિધિ ખુલતા તપાસ શરૂ કરી છે. ચાંદખેડા પોલીસે FSL રિપોર્ટ અને PM રિપોર્ટ મેળવવાનું શરૂ કર્યું છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં એક ડાયરી મળી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસ તપાસ વધુ તેજ બની છે. પ્રાથમિક તપાસ દરમિયાન માતા ભાવના પ્રજાપતિની એક ડાયરી મળતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ ડાયરીમાં પુત્ર પ્રાપ્તિ અને દર્શનની બાધા સંબંધિત લખાણ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડાયરી દીકરી રાહાના જન્મ પહેલા લખાયેલી હતી. હાલ પોલીસે આ તમામ પાસાઓને પણ તપાસમાં સામેલ કર્યા છે. જ્યારે બાળકીઓના FSL રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

30 થી 35 લોકોના નિવેદન લેવામાં આવ્યા

આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા પરિવારજનો સહિત અંદાજે 30થી 35 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ મુજબ તપાસ સંપૂર્ણ રીતે ચાલુ છે અને ઘરના તમામ સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકીઓના માતા-પિતા હાલ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનું માનવું છે કે ઘટના ઘરના અંદર જ બનેલી હોઈ શકે છે. જેથી તે દિશામાં વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી

ઘટના અંગે વધુ માહિતી આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે 4 વર્ષની બાળકીના પીએમ રિપોર્ટ માટે FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે ટૂંક સમયમાં મળી શકે છે. અત્યાર સુધીમાં વિવિધ દિશાઓમાંથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને ક્રાઈમ બ્રાન્ચ પણ પોલીસને સહાય કરી રહી છે. જોકે કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.

ઘટનાની શરૂઆત 6 એપ્રિલે થઈ હતી જ્યારે વિમલભાઈ પ્રજાપતિ સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોસાનું ખીરું લઈને આવ્યા હતા. આ ખીરાથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત અચાનક બગડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બે બાળકીના દુઃખદ મોત થયા હતા. જ્યારે પિતા વિમલ અને માતા ભાવના પ્રજાપતિ હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ AMC ચૂંટણી: ભાજપ ઉમેદવારોને લઇ મોટા સમાચાર, જુઓ કોને-કોને ફોન આવ્યાં?

હાલ પોલીસ તમામ શક્ય પાસાઓ પરથી તપાસ કરી રહી છે. જેમાં ખોરાકથી થયેલી અસર, ઘરની આંતરિક પરિસ્થિતિ અને મળેલી ડાયરીમાં નોંધાયેલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને કેસની દિશા વધુ સ્પષ્ટ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandkheda big revelation Chandkheda girl's death

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ