બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હોસ્પિટલમાં CCTV વાયરલ થવાનો મામલો, મહિલાના મેડિકલ ચેકઅપના વીડિયો પર થયો મોટો ખુલાસો
Last Updated: 05:52 PM, 17 February 2025
હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, જે વીડિયો રાજકોટની હોસ્પિટલનો હોવાનું ખુલ્યું છે.
ADVERTISEMENT
વીડિયો રાજકોટની હોસ્પિટલનો હોવાનું ખુલ્યુ
રાજકોટની 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો હોવાનું ખુલાસો થયો છે. પાયલ હોસ્પિટલના એડમિને સ્વીકાર કર્યો છે. પાયલ હોસ્પિટલના ડૉક્ટર અમિતે CCTV વીડિયો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઈ પણ માટે આ ઘટના શરમજનક છે.
ADVERTISEMENT
યુટ્યુબ ચેનલમાં ધ્યાને આવતા સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. વાયરલ વીડિયોની તપાસ અંગે સાયબર ક્રાઈમના ACP કહ્યું કે, 'યુટ્યુબ ચેનલમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવી હતી"
ADVERTISEMENT
ACPએ શું કહ્યું ?
ACPએ કહ્યું કે, સારવાર માટે જતી મહિલાઓના વીડિયો અપલોડ કરાતા હતા. યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર સામે તપાસ કરવામાં આવશે' વધુમાં કહ્યું કે, આ વીડિયોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે અને કઈ હોસ્પિટલનો વીડિયો તે અંગે તપાસ ચાલુ છે. આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, 66 - ઈ અને 67 હેઠળ ગુનો નોંધાઈ રહ્યો છે, અન્ય વીડિયોનું કન્ટેન્ટ શું છે તેની તપાસ ચાલુ છે અને યુટ્યુબ ચેનલ પર 7 વીડિયો અપલોડ કરાયા છે. ટેલિગ્રામ ચેનલમાં સાઉથ ઈન્ડિયાના પણ વીડિયો હોવાનો પણ દાવો છે. વીડિયોનો સ્નેપ શોટ મૂકીને પૈસાની ડિમાન્ડ કરવામાં આવી છે. કન્ટેન્ટમાં કોઈ શૈક્ષણિક હેતુ નથી જણાઈ રહ્ તેમજ આવા વીડિયોમાંથી પૈસાની કમાણી પણ કરવામાં આવતી હોય છે"
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત સરકારનો પારદર્શી નિર્ણય, વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ મંજૂર
મહિલાઓની સુરક્ષા સામે સૌથી મોટો સવાલ
ADVERTISEMENT
મહિલાનું ચેકઅપ થતું હોય તેવા CCTV સામે આવતા મહિલાઓની સુરક્ષા સામે સૌથી મોટો સવાલ ઉભા થયા છે. મેઘા MBBS નામની ટેલિગ્રામ ચેનલ પર વીડિયો અપલોડ થયો છે. અત્રે જણાવીએ કે, ચેકઅપની ક્ષણના CCTV યુટ્યુબ ઉપર પોસ્ટ થઈ રહ્યાં છે તેમજ ટેલિગ્રામ ચેનલ ઉપર વીડિયો વાયરલ થતો હોવાનો પણ દાવો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.