બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / qr code on medicine qr code rule for medicine drug pricing authority

નવો નિયમ / આપે ખરીદેલી દવા અસલી છે કે નકલી, આપ જાતે ચેક કરી શકશો, 300 જેટલી દવામાં લાગશે QR કોડ

Pravin

Last Updated: 09:27 AM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ 300 દવાઓની યાદી તૈયાર કરી છે અને તેને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલી છે, જેમાં QR કોડ હશે.

  • ડ્રગ્સ રેગ્યુલેટરીએ 300 જેટલી દવાની યાદી બનાવી
  • આટલી દવાઓમાં લાગશે QR કોડ
  • દવાની કિંમત અને બ્લેક માર્કેટિંગમાં ઘટાડો થશે

 

ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ 300 દવાઓની યાદી તૈયાર કરી છે અને તેને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલી છે, જેમાં QR કોડ હશે. આ નિયમથી દવાઓના વેચાણ અને કિંમતમાં પારદર્શિતા આવશે અને તેના બ્લેક માર્કેટિંગમાં ઘટાડો થશે. આ દવાઓમાં દુખાવો, વિટામિન સપ્લિમેન્ટ્સ, બ્લડ પ્રેશર માટેની દવાઓ, સુગર અને ગર્ભનિરોધકનો સમાવેશ થાય છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટીએ ડોલો(Dolo), સેરીડોન (Saridon), ફેબીફ્લુ (Fabiflu), ઇકોસ્પ્રિન (Ecosprin), લિમ્સી(Limcee), સુમો (Sumo), કેલ્પોલ (Calpol), કોરેક્સ સિરપ (Corex syrup) જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ કર્યો છે. અનવોન્ટેડ 72 (Unwanted 72) અને થાઇરોનોર્મ (Thyronorm) જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓ ખૂબ જ લોકપ્રિય છે અને તાવ, માથાનો દુખાવો, વાયરલ, વિટામિનની ઉણપ, ઉધરસ, થાઇરોઇડ અને ગર્ભનિરોધક માટે આપવામાં આવે છે. માર્કેટ રિસર્ચ અનુસાર આ દવાઓની પસંદગી તેમના વર્ષભરના ટર્નઓવરના આધારે કરવામાં આવી છે. આ દવાઓની યાદી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલવામાં આવી છે જેથી કરીને તેમને QR કોડ હેઠળ લાવવા માટે જરૂરી જોગવાઈઓ અને સુધારા કરી શકાય.

એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માર્ચમાં ફાર્માસ્યુટિકલ્સ વિભાગ પાસેથી 300 દવાઓની યાદી માંગી હતી, જેથી કરીને તેમાં QR મૂકવા માટેના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ફેરફાર કરી શકાય અને જરૂરી ફેરફારો કરી શકાય. 

સરકાર 2011 થી દવાઓમાં QR લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે

આપને જણાવી દઈએ કે, સરકાર 2011 થી દવાઓમાં QR લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ વર્ષે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી હતી કે, દરેક સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો એટલે કે મોટા પાયે ફાર્માસ્યુટિકલ કંપની ભલે તે ભારતમાં દવા બનાવે કે બહાર બનાવે તે જરૂરી છે. તેમના લેબલ પર QR એટલે કે ક્વિક રિસ્પોન્સ કોડ રાખવા માટે, આ QR કોડ તે દવાઓનું ટ્રેકિંગ સરળ બનાવશે.

જોકે, ફાર્મસી ઉદ્યોગના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે પેકેજિંગમાં આ બધા ફેરફારો કરવા સરળ રહેશે નહીં. આ કામમાં ઘણી મહેનત કરવી પડશે અને આમાં પૈસા પણ ખર્ચ થશે. ફાર્મા કંપની અને અન્ય લોબી જૂથો પણ કહે છે કે, વિવિધ વિભાગોમાંથી દવાઓના ટ્રેકિંગ અને ટ્રેસિંગના નિયમોમાં સમસ્યા છે, તેથી એક જ QR કોડ સિસ્ટમ વધુ અનુકૂળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ