બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રિલીઝ થયાના કલાકોમાં જ પુષ્પા 2 ઓનલાઇન લીક! મેકર્સને લાગી શકે છે કરોડોનો ફટકો

મનોરંજન / રિલીઝ થયાના કલાકોમાં જ પુષ્પા 2 ઓનલાઇન લીક! મેકર્સને લાગી શકે છે કરોડોનો ફટકો

Last Updated: 11:47 AM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 5 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 ફાઈનલી રિલીઝ થઈ ગઈ છે અને તેનું ધૂમ એડવાંન્સ બુકિંગ પણ થયું હતું ત્યારે ફિલ્મ રિલીઝ થયાના થોડા જ કલાકોમાં ઓનલાઈન લીક થઈ જતાં મેકર્સને કમાણીમાં મોટો ફટકો પડી શકે છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 લઈને લોકોમાં જબરદસ્ત એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે. મેકર્સે લોકોની ડિમાન્ડને જોતાં ફિલ્મને 6 ને બદલે એક દિવસ વહેલા એટલે કે 5 ડિસેમ્બરે જ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી તે વધુ કમાણી કરી શકે ત્યારે ફિલ્મની પાયરસી થઈ છે અને તે ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.

ક્યાં થઈ લીક ?

રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનની પુષ્પા 2, ઈબોમ્મા, મૂવીરૂલ્ઝ, તમિલ રૉકસ, ફિલ્મીજલા, તમિલયોગી, તમિલબ્લાસ્ટર, બોલી4યુ, જેશા મૂવીઝ, 9x મૂવીઝ અને મૂવીજડા જેવા પાયરસી પ્લેટફોર્મ પર મફતમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ ફિલ્મ 1080p, 720p, 480p, 360p, 240p, HDમાં ઉપલબ્ધ છે. રિપોર્ટ અનુસાર પુષ્પા 2 ધ રૂલ ટેલિગ્રામ લિન્ક, પુષ્પા 2 ધ રૂલ મૂવી HD ડાઉનલોડ ની લોકપ્રિયતા વધી ગઈ છે.

મેકર્સને લાગશે ફટકો

હાલ પુષ્પા 2 થિયેટરોમાં હાઉસફૂલ જઈ રહી છે અને ટિકિટ મળવી મુશ્કેલ છે ત્યારે જેમને ફ્રીમાં જોવા મળી જશે તો તેઓ થિયેટર સુધી જશે નહીં અને મેકર્સને કરોડોનો ફટકો પડી શકે છે.

બ્લોક બસ્ટર છે ફિલ્મ

પુષ્પા 2 એ માસને પસંદ આવે તેવી ફિલ્મ છે અને તેણે ઘણી જગ્યા એ 5/5 રેટિંગ મળ્યું છે. ફિલ્મની સૌથી ખાસ વાત છે તેના ડાયલોગ જે બીજી કોઈ ફિલ્મ કરતાં ઘણા પ્રભાવશાળી છે. આ ઉપરાંત અલ્લુ અર્જુન પણ તેની બેબાક શૈલી અને સ્ક્રીન પ્રેઝન્સના કારણે લોકોમાં ખાસ્સો ફિલ્મને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો: અલ્લુ અર્જુનના ફેન્સને ઝટકો! કોર્ટના નિર્ણય બાદ આ શહેરમાં પુષ્પા 2 ફિલ્મના શો રદ

3 વર્ષ જૂની યાદો તાજી કરી

ફિલ્મના ડિરેક્ટર સુકુમાર કેરેક્ટરને બારીકાઈથી પ્રેઝન્ટ કયારે છે, ત્રણ વર્ષ પછી એક વાર ફરી તે દર્શકોને ચિતુર પાછા લઈ આવ્યા છે જ્યાં પુષ્પાની ચંદન ચોરી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે છે, ફિલ્મ દરેક દ્રશ્યને બખૂબી ફિલ્માવાયુ છે જે દર્શકોને તાળીઓ પાડવા પર મજબૂર કરે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pushpa 2 Piracy Online Leak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ