બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અલ્લુ અર્જુનના ફેન્સને ઝટકો! કોર્ટના નિર્ણય બાદ આ શહેરમાં પુષ્પા 2 ફિલ્મના શો રદ
Last Updated: 11:45 PM, 4 December 2024
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' કાલે એટલે 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના જોવા મળશે. મોટી સ્ક્રીન પર અલ્લુ અર્જુનને એક્શન કરતો જોવા માટે ફેંસ કેટલા ઉત્સાહિત છે આની ખબર ફિલ્મની એડવાન્સ બુકિંગના આંકડાથી ખબર પડે છે. બેંગલુરુમાં ફિલ્મના મિડનાઇટ શો થવાના હતા, જેને હવે રદ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બેંગલુરુમાં થયા મીડનાઇટ શો રદ
મનોબાલા વિજયાબાલનના ટ્વિટ અનુસાર, બેંગલુરુના ડિસ્ટ્રિક્ટ કલેકટરે પુષ્પા 2: ધ રૂલ ના મિડનાઇટ શો રદ કરવાનો આદેશ આપ્યો છે. કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર એસોસિએશને ફિલ્મના મિડનાઇટ શો વિરુદ્ધ પિટીશન દાખલ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનનું કહેવું છે કે કન્નડ સિનેમાએ સવારે 6 વાગ્યા પહેલા ફિલ્મો રિલીઝ કરવાની પરંપરાનું પાલન કર્યું છે અને પુષ્પા 2 માટે આને તોડવું જોઈએ નહીં.
ADVERTISEMENT
🚨 BREAKING: Bengaluru District Collector orders to STOP #Pushpa2TheRule midnight shows. https://t.co/OZjy3TlIx1 pic.twitter.com/qwKlDKkfc6
— Manobala Vijayabalan (@ManobalaV) December 4, 2024
આ બે રાજ્યોમાં એકસ્ટ્રા સ્ક્રિનિંગની પરમીશન
જ્યાં બેંગલુરુમાં ફિલ્મ મિડનાઇટ શો કેન્સલ કરવામાં આવ્યા છે, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં સરકારે એકસ્ટ્રા સ્ક્રીનિંગ માટે પરમિશન આપી દીધી છે. પુષ્પા 2નો ક્રેઝને ધ્યાનમાં રાખતા મેકર્સે પુષ્પા 3 ની પણ જાહેરાત કરી દીધી છે. પુષ્પા 2 વર્ષ 2021માં આવેલી ફિલ્મ પુષ્પાનું સિક્વલ છે. પુષ્પા 1 ની કમાણીની વાત કરીએ તો ફિલ્મી ઘરેલુ બોલ્સ ઓફિસ પર 200 કરોડથી વધારે અને આખી દુનિયામાં 300 કરોડથી વધારે કલેક્શન કર્યું હતું.
આ પણ વાંચોઃ કંગના શર્માનો બેકલેસ બોડીકોન ડ્રેસમાં હોટ અવતાર, બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
રિપોર્ટ્સ અનુસાર પુષ્પા 2 અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની શકે છે. ફિલ્મના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો રિલીઝના એક દિવસ પહેલા રાત્રે 8 વાગ્યા સુધી ફિલ્મે કુલ 79.36 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પહેલા દિવસે 270 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.