ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PSI teaches lesson in South Indian film in the name of women politicians
ADVERTISEMENT
ADVERTISEMENT
પીએસઆઇએ એક મહિલા વિરુદ્ધમાં સરકારી કામમાં રુકાવટ બદલ ફરિયાદ નોંધાવી
રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.ઓ.ભરવાડે એક મહિલા વિરુદ્ધમાં સરકારી કામમાં રુકાવટ બદલ ફરિયાદ નોંધાવી છે. ગઈ કાલે પીએસઆઇ સુરેલિયા ચોકી પાસે ફરજ પર હાજર હતા અને આગાઉ રામોલ પોલીસમાં મોહસીનખાન વિરુદ્ધમાં અરજી આવી હતી. જેથી મોહસીનખાનને સુરેલિયા ચોકી પર અરજી બાબતે પૂછપરછ અને નિવેદન માટે બોલાવ્યો હતો.
ADVERTISEMENT
પીએસઆઇ જયારે મોસીનખાનની નિવેદન લેતા હતા તે સમયે ઊર્મિલાબહેન જોષી અને તેમની સાથે જલ્પા બહેન પ્રજાપતિ પણ ચોકી પર આવી ગયાં હતાં. ત્યાર બાદ ઊર્મિલાબહેન પીએસઆઇને ઊંચા અવાજમાં જેમ તેમ બોલાચાલી કરી કહેવા લાગ્યા કે મારી પાસે મોટા રાજકારણી તથા મોટા પોલીસ અધિકારીની પહોંચ છે તમે મોહસીનખાને હેરાન પરેશાન કરો છો. હું હમણાં જ પ્રેસવાળાને બોલાવું છું તેમ કહીને ચોકી માથે લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો