બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Provisional list will be announced for Talati and Junior Clerk vacancies

ગાંધીનગર / તલાટી-જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરવા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર, હસમુખ પટેલે આપી જાણકારી

Dinesh

Last Updated: 10:34 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતા વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે

  • તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાશે
  • પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કર્યું
  • તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઈટિંગ લિસ્ટથી ભરવામાં આવશે 

 

gandhingar news: તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ આ માહિતી અંગેનું ટ્વીટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઈટિંગ લિસ્ટથી ભરવામાં આવશે 

હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી
અધ્યક્ષ હસમુખ પટેલે એક ટ્વીટ જણાવ્યું છે કે, તલાટી અને જુ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરવા  માટે  ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમણે બીજા ટ્વીટમાં કહ્યું છે કે, તલાટી તથા જુનિયર ક્લાર્કના વેઇટિંગની કામગીરી પૂર્ણ થતા mphw ના વેઇટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વધુ એક ટ્વીટમાં લખ્યું છે કે, જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતા વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે. 

તલાટી અને જૂનિયર ક્લાર્કના નિમણૂક પત્ર અપાયા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા તલાટી અને જૂનિયર કલાર્કોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના 3014 તલાટી કમ મંત્રીઓને તેમજ 998 જેટલા જૂનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયું હતું. 
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ