બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Producer Imtiaz Khatri's home and office at NCB's Red

કાર્યવાહી / ડ્રગ્સ કેસમાં હવે બોલીવૂડના આ પ્રખ્યાત પ્રોડ્યુસરના ત્યા NCBની રેડ, સુશાંતના કેસમાં પણ નામ આવ્યું હતું

Published By: Ronak

Last Updated: 02:34 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડના પ્રોડ્યુસર ઈમ્તિયાઝ ખત્રીના ઓફિસે તેમજ ઘરે એનસીબીએ રેડ કરી છે. સાથેજ NCB દ્વારા તેને સમન્સ મોકલવામાં આવ્યું છે જેમા તેને એનસીબી ઓફિસ આવવા આદેશ આપવામાં આવ્યા છે.

  • પ્રોડ્યુસર ઈમ્તિયાઝ ખત્રીના ત્યા NCBની રેડ 
  • ક્રુઝ ડ્રગ્સ પાર્ટી બાદ ઈમ્તિયાઝના ઘર અને ઓફિસમાં કરી રેડ 
  • સુશાંત કેસમાં પણ ઈમ્તિયાઝનું નામ જોડાયું હતું

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ એનસીબીએ હવે બોલીવૂંડના પ્રખ્યાત ડાયરેક્ટર ઈમ્તિયાત્ર ખત્રીના ઘરે રેડ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપેલી માહિતી મુજબ ક્રૂઝમાં જે રેડ કરવામાં આવી હતી તેને લઈને મુબંઈના બાદ્રા વિસ્તારમાં પ્રોડ્યુલક ઈમ્તિયાઝ ખત્રીના ઘરે પણ રેડ કરવામાં આવી છે. 

અગાઉ ડ્રગ્સ સપ્લાયના આરોપો લાગ્યા હતા 

આપને જણાવી દઈએ કે ઈમ્તિયાઝ ખત્રી બોલીવૂડના ઘણા સેલિબ્રિટીના કોન્ટેક્ટમાં છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ ઈમ્તિયાઝ પર ડ્રગ્સ સપ્લાયના આરોપો લાગ્યો હતા. રેડ કર્યા પછી એનસીબીએ તેમની ઓફિસ પર પણ ઈમ્તિયાઝને પૂછપરછ માટે બોલાવ્યો છે. 

ઈમ્તિયાઝ ખત્રીને ઓફિસે આવવા સમન્સ આપવામાં આવ્યું 

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં રેડ કર્યા બાદ હવે ઈમ્તિયાઝ ખત્રીને સમન્સ મોકલવામાં આવ્યો છે. જેમા તેને પુછપરછ માટે બોલાવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ઈમ્તિયાઝ એક જાણિચતા બિલ્ડરનો પુત્ર છે. જેના નામે આઈએનકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પણ છે. સાથેજ તે યુનિવર્સલ એન્ટરટેઈનમેટ કંપનીનો માલિક પણ છે. 

આર્યન સોમવાર સુધી જેલમાં રહેશે

2017માં ઈમ્તિયાઝ ગોવામાં એક ફેશન સો વખતે સુશાંત સિંહ રાજપુક સાથે પણ જોવા મળ્યો હતો. તે સિવાય શ્રુતિ મોદીના વકીલે પણ ઈમ્તિયાઝ ખત્રીને લઈને કોર્ટમાં સવાલો ઉઠાવ્યા હતા. આપને જણાવી દીએ કે આર્યન ખાનને પણ ડ્રગ્સ કેસમાં હજુ જામીન નથી મળ્યા જેથી તેને સોમવાર સુધી જેલમાંજ રાખવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood drugs case imtiaz khatri ઈમ્તિયાઝ ખત્રી ડ્ર્ગ્સ કેસ બોલીવૂડ drugs case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ