બ્રેકિંગ ન્યુઝ
VTV / pregnant women diet chart nutrition rich foods for pregnancy
Arohi
Last Updated: 12:01 PM, 22 April 2024
પ્રેગ્નેન્સીનો નવ મહિનાનો ફેસ કોઈ પણ મહિલા માટે લાઈફનો એક અલગ જ એક્સપીરિયન્સ હોય છે. આ ટાઈમ પીરિયડ સૌથી બેસ્ટ હોવાની સાથે જ જવાબદારી વાળો પણ હોય છે. આ સમય દરમિયાન પોતાની સાથે ગર્ભમાં રહેલા શિશુના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે છે.
ADVERTISEMENT
માટે ભોજનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પ્રેગ્નેન્સી વખતે મહિલાઓને અમુક ફૂડ્સને પોતાની ડાયેટમાં જરૂર શામેલ કરવા જોઈએ. ગર્ભમાં વિકસી રહેલા શિશુના માનસિક અને શારીરિક વિકાસ માટે પોષણયુક્ત ભોજન ખાવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
પ્રેગ્નેન્સી વખતે ભોજનનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવામાં આવે તો તેનાથી માતાને મુશ્કેલી થઈ શકે છે સાથે જ બાળકોના વિકાસ અને વૃદ્ધિમાં પણ મુશ્કેલી આવી શકે છે. આવો જાણીએ એવા કયા ફૂડ્સ છે જે ગર્ભાવસ્થા વખતે પોતાની ડાયેટમાં શામેલ કરવાથી ફાયદો મળે છે.
રોજ ખાઓ પલાડેલા અખરોટ
પ્રેગ્નેન્સી વખતે મહિલાઓને પલાડેલા અખરોટ પોતાની ડાયેટમાં જરૂર શામેલ કરવા જોઈએ. હકીકતે પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સોર્સ હોવાની સાથે જ વિટામિન-મિનરલથી ભરપૂક હોય છે અને તેના સેવનથી બાળકોનો માનસિક વિકાસ સારો થાય છે.
પાલકનું સેવન કરવાથી નહીં થાય આયર્નની કમી
પ્રેગ્નેન્સી વખતે મહિલાઓમાં આયર્નની કમી ખૂબ જ જોવા મળે છે. માટે અન્ય લીલા અને સીઝનલ શાકભાજીની સાથે જ પોતાની ડાયેટમાં પાલકને શામેલ કરો. તેનાથી એનીમિયાથી બચી શકાય છે અને શિશુના વિકાસમાં વૃદ્ધિ થાય છે.
રોજ પીવો દૂધ
બાળકોથી લઈને મોટા સુધી દૂધ પીવાના ફાયદા બધાને મળે છે. પ્રગ્નેન્સી વખતે મહિલાઓને પોતાની ડાયેટમાં દૂધને જરૂર શામેલ કરવું જોઈએ. કારણ કે તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેનાથી માતાના શરીરને તાકાત મળે છે. ગર્ભસ્થ શિશુના હાડકા અને મસલ્સ મજબૂત થાય છે માટે દૂધ ફાયદાકારક રહે છે. તેના ઉપરાંત દહીં, પનીર જેવા ડેરી પ્રોડક્ટ્સને પણ ડાયેટમાં શામેલ કરો.
સીઝનલ ફળોને જરૂર કરો ડાયેટમાં શામેલ
પ્રેગ્નેન્સી વખતે સીઝનલ ફળો ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પ્રયત્ન કરો કે અલગ અલગ પ્રકારના ફળોનું સેવન કરો. તેનાથી તમારા શરીરને પુરતા પોષક તત્વ મળે છે. ખાસ કરીને અલગ અળગ પ્રકારની બેરીઝને પોતાની ડાયેટમાં શામેલ કરો.
વધુ વાંચો: ચહેરા પર વધારે ડાર્ક સર્કલ હોય તો ચેતજો, તમને હોઈ શકે આ સ્વાસ્થ્ય સમસ્યા
ઈંડાને પણ બનાવો ડાયેટનો ભાગ
પ્રેગ્નેન્સી વખતે ઈંડા ખાવાથી શરીરમાં ઝિંક, કેલ્શિયમ અને પ્રોટીનની કમી પુરી કરવામાં હેલ્પ મળે છે. તેનાથી બાળકના મસલ્સ અને હાડકાને મજબૂતી મળવાની સાથે જ આંખોને પણ ફાયદો થાય છે. જોકે ઈંડાની તાસીર ગરમ હોય છે માટે તેને કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ તેને લઈને ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.