બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Pradhan Mantri Matru Vandana Yojana PMMVY pregnant women will get 5000 rupees check details
Noor
Last Updated: 12:03 PM, 9 May 2021
ADVERTISEMENT
જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં અત્યાર સુધી લાખો-કરોડો મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફાયદો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. જો તમને પણ આ લાભ લેવો છે તો આજે અમે તમને જણાવીશું કે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય છે.
જાણો PMMVY યોજના વિશે
ADVERTISEMENT
દેશભરમાં મહિલાઓ અને નવજાત બાળકોના ભવિષ્યને લઈને કેન્દ્ર સરકાર અનેક અગત્યના પગલાં ઉઠાવી રહી છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે PMMVY યોજના બનાવી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. 5000 રૂપિયા ત્રણ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવે છે. નોંધનીય છે કે, 19 વર્ષથી પહેલા ગર્ભવતી થયેલી મહિલાઓને આનો લાભ નહીં મળે.
જાણો ક્યારે મળે છે પૈસા
આ યોજના હેઠળ પહેલીવાર ગર્ભવતી થતાં પોષણ માટે 5000 રૂપિયા ગર્ભવતીના ખાતામાં આપવામાં આવે છે. તેનો પહેલો હપ્તો 1000 રૂપિયાનો ગર્ભધારણના 150 દિવસની અંદર ગર્ભવતી મહિલા દ્વારા રજિસ્ટ્રેશન થતાં આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 2000 રૂપિયા 180 દિવસની અંદર આપવામાં આવે છે. ત્રીજો હપ્તો 2000 રૂપિયા પ્રસવ બાદ અને શિશુના પ્રથમ રસીકરણનું ચક્ર પૂર્ણ થવા મળે છે.
આ મહિલાઓને મળે છે તેનો લાભ
આ યોજનાનો લાભ એ મહિલાઓને મળે છે જે દૈનિક પગાર પર કામ કરી રહી છે કે પછી જેની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાવસ્થા દરમિયાન મજૂરીમાં થયેલા નુકસાનને ઓછું કરવાનો છે. આ આર્થિક મદદ મળવાથી ગર્ભવતી મહિલાઓને આરામ કરવાનો સમય મળી જાય છે. આ યોજનાનો લાભ એ મહિલાઓને નથી મળતો જે કોઈપણ કેન્દ્રીય કે પછી રાજ્ય સરકારના ઉપક્રમ સાથે જોડાયેલી છે.
જાણો કેવી રીતે કરશો અરજી
માતૃત્વ વંદના યોજના 2021 અંતર્ગત કેન્દાર સરકારે અરજીની પ્રક્રિયાને ઓનલાઇન કરી દીધી છે. એટલે કે લાભાર્થી જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે. તેના માટે સૌથી પહેલા લાભાર્થીને www.Pmmvy-cas.nic.in પર લોગિન કરીને અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન છે. જેથી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.