બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Pornographic videos posted in Kutch Bhachau's WhatsApp group

સોશિયલ મીડિયા / ભાજપના વધુ એક WhatsApp ગ્રૂપમાં પોસ્ટ થયા અશ્લિલ વીડિયો, મોબાઈલ છોકરા પાસે હોવાનું કહીને કર્યો સ્વબચાવ

Shyam

Last Updated: 08:58 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વધુ એક ભાજપના ગ્રૂપમાં અશ્લિલ વીડિયો થયા પોસ્ટ, કચ્છ ભચાઉના ગ્રૂપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ થતા ખળભળાટ

  • કચ્છના ભચાઉના ભાજપના ગ્રૂપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ થયો
  • ભાજપના આગેવાને જ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યો
  • વીડિયો જોઇ જોઇ ગ્રૂપના સભ્યો ભડક્યા

કચ્છના ભચાઉના ભાજપ વૉટ્સઅપ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ થયા છે. વધુ એક વખત ભાજપ વૉટ્સઅપ ગ્રૂપમાં આ પ્રકારના વીડિયો વાઈરલ થવાની ઘટના સામે આવી છે. ભાજપના આગેવાને જ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યા હતા. વીડિયો જોઇને ગ્રૂપના સભ્યો ભડક્યા હતા. જે બાદ વીડિયો પોસ્ટ કરનારા આગેવાનને ગ્રૂપમાંથી રિમુવ કરાયા હતા. જો કે, વીડિયો પોસ્ટ થયા બાદ પોતાનો લૂલો બચાવ કરતા સભ્યએ કહ્યું કે, મોબાઈલ છોકરા પાસે હતો. 

થોડા દિવસ અગાઉ પંચમહાલ ભાજપ ગ્રૂપમાં પણ પોસ્ટ થયા હતા અશ્લિલ ફોટો

 

આવી વિચિત્ર ઘટના 8 ઓગસ્ટે પંચમહાલમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં જોવા મળી હતી. નેતાઓ ભાન ભૂલી ધડાધડ અશ્લીલ ફોટો મૂકી રહ્યા હતા. ગ્રૂપમાં મહિલા સભ્યો હોવા છતાં લાજ મૂકી ફોટો મુકવાની જાણે હોડજામી હોય તેમ ગ્રૂપનો ઉપયોગ થઈ રહ્યો હોય. અગાઉ પણ આ ભાજપ ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકવામાં આવ્યા હતા. જેનો મહિલા સભ્યો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. 

ઘોઘંબાના ભાજપનું વોટ્સએપ ગ્રુપ 'કામ'ના માટે છે?

પંચમહાલ ઘોઘંબાના ભાજપનું વોટ્સએપ ગ્રુપ હળી મળી તાલુકામાં વિકાસના કામો માટે બનાવામાં આવ્યું છે પણ ગ્રુપમાં નેતાઓની હરકતો જોતાં તો એવું લાગી રહ્યુ છે કે ગ્રુપ 'કામ'ના માટે બનાવ્યું હોય, ભૂલથી નહીં પણ જાણી જોઈએ વારંવાર જાણે ફોટો મુકવાની રેસ લાગી હોય તેમ અશ્લીલ ફોટો ગ્રૂપમાં મૂકવામાં આવ્યા. ગ્રુપમાં સામેલ મહિલા સભ્યોનો પણ વિચાર ન કરી આ હરકતો કરતાં હવે સોશિયલ મીડિયામાં આ ગ્રુપ વિશે ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ પણ આ જ ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકાયા હતા. તેમ છતાં ફરી વખત વારંવાર ફોટો મૂકવામાં આવતા મહિલા સભ્યોને ગ્રુપ માંથી લેફ્ટ થવાની ફરજ પડી છે. શ્લીલ ફોટોના સ્ક્રિન શોટ્સ વાયરલ થયા છે.

કોણ કોણ સામેલ છે ગ્રુપમાં?

ઘોઘંબા ભાજપનું વોટ્સએપગ્રુપ
1 તાલુકાના પક્ષના મોટાભાગના આગેવાનો
2 તાલુકા પંચાયતના સભ્યો
3 આસપાસના ગામના કેટલાક સરપંચો
4 ભાજપના જિલ્લા પ્રમુખ પણ ગ્રુપના સભ્ય
5 ભાજપના મોટા જિલ્લા હોદ્દેદારો 
6 તાલુકા ભાજપની મહિલા સભ્યો તેમજ મહિલા આગેવાનો

અશ્લીલ ફોટો મુકનાર હોદ્દેદારો સામે થશે કાર્યવાહી ?

સમગ્ર અશ્લીલ ફોટાનો મામલો જોર પકડાતાં એક બાદ એક સભ્યો હાલ તો વોટ્સઅપ ગ્રુપમાંથી લેફ્ટ થવા લાગ્યા છે. પણ આ કોઈ પહેલી  વખત નથી કે વોટ્સઅપ ગ્રૂપમાં આ રીતે ફોટો મુકાયા હોય અનેક ઘટનાઓ રોજ આવી બનતી હોય છે અને સામે અજાણી સ્ત્રીને નીચે જોવાનો વારો આવે છે.ત્યારે માંગ થઈ રહી છે કે  અશ્લીલ ફોટો મુકનાર હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP WhatsApp group Bhachau Kutch porn video અશ્લિલ વીડિયો કચ્છ ભચાઉ ભાજપ વૉટ્સઅપ ગ્રૂપ BJP WhatsApp Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ