બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કરોડોમાં તૈયાર થયેલું પોરબંદર એરપોર્ટ ધૂળ ખાતું નજરે પડ્યું, વિકાસ પર બ્રેક લાગતા જુઓ સ્થાનિકોએ શું માંગ કરી
Last Updated: 03:41 PM, 6 November 2024
પોરબંદર શહેરમાં આવેલુ એરપોર્ટ લાંબા સમયથી બંધ હાલતમાં છે, ઘણા સમયથી કોઈ ફ્લાઈટ આવતી ન હયો એરપોર્ટ બંધ હાલતમાં છે, ત્યારે પોરબંદર જિલ્લામાં વેપારીઓ હવાઈ સેવા શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે, પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા શહેરથી કનેક્ટિવિટી મળે તો વ્યાપારમાં ફાયદો થાય તે માટે હવાઈ સેવા ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT

ડોમેસ્ટીક એરલાઈન્સ ચાલુ કરવા સરકારમાં રજૂઆત કરી
ADVERTISEMENT
આ બાબતે સ્થાનિક અજય ચોટાઈએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ અમારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારમાં રજૂઆત થયેલી છે. ડોમેસ્ટીક એરલાઈન્સ કાર્યરત કરવા માટે અમે સરકારમાં રજૂઆત અગાઉ રજૂઆત કરેલી છે. તેમજ ગાંધીજીની જન્મભૂમિ હોવાનાં કારણે પ્રવાસીઓ આવી શકે તેમ છે. અને પ્રવાસીઓ આવી શકે તેમ છે. ત્યારે આ બાબતે સરકારને વિનંતી છે કે ફરી ડોમેસ્ટીક એરપોર્ટ શરૂ કરવામાં આવે જેથી. પોરબંદરનાં હોટલ ઉદ્યોગને વેગવંતો બની શકે તેમ છે.

ADVERTISEMENT
વધુ વાંચોઃ તહેવારોમાં રોગચાળાએ માથું ઉચક્યું, ગુજરાતના આ શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાએ ભરડો લીધો
પોરબંદરમાં મોટા ઉદ્યોગો છે
ADVERTISEMENT
આ બાબતે ઉદ્યોગપતિ મુકેશ દત્તાણીએ જણાવ્યું હતું કે, અમારા ઘણા સમયથી ડોમેસ્ટીક એરલાઈન્સ ચાલુ કરવાની સરકાર પાસે માંગણી છે. સરકાર દ્વારા અમારી રજૂઆત સાંભળે તો ખૂબ જ સારૂ કામ થશે. પોરબંદરમાં ઘણા મોટા મોટા ઉદ્યોગો છે. તેમજ પોરબંદરમાં અનેક મોટા ઉદ્યોગો પણ આવેલા છે. તેમજ મોટા મોટા એક્ષ્પોર્ટરો પણ અહીંયા છે. તેમજ પોરબંદરથી દ્વારકા, સોમનાથ જે પ્રવાસન સ્થળો છે તે એકદમ નજીક હોવાથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે. જેથી જો ડોમેસ્ટીક એરપોર્ટ આગામી સમયમાં શરૂ કરવામાં આવે તેવી પોરબંદરનાં લોકોની માંગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.