બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ખલિસ્ટની હુમલાની ભીતિ
ખાલિસ્તાની આતંકીઓની મોટાપાયે હુમલાની ધમકી મળતા રાજ્ય પોલીસ વિભાગે આવતીકાલે તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી નાખી છે અને શહેરની વ્યવસ્થા લોખંડી કરી દીધી છે. મુંબઈમાં તહેનાત દરેક પોલીસકર્મી ડ્યુટી કરશે.
ADVERTISEMENT
બઈ પોલીસને ખબર મળી હતી કે ખાલિસ્તાની તત્વ શહેરમાં આતંકવાદી હુમલા કરી શકે છે જે મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. મુંબઈ રેલવે પોલીસ કમિશનર કેસર ખાલિદે જણાવ્યું કે શહેરના મુખ્ય સ્ટેશનો, દાદર, બાન્દ્રા ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને બીજા સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. આવતીકાલથી 3000થી વધારે રેલવે અધિકારી તહેનાત રહેશે.
તમામ પોલીસકર્મીઓની રજા રદ કરાઈ
ખાલિસ્તાની હુમલાની ધમકી બાદ રાજ્ય પોલીસ વિભાગે તમામ પોલીસકર્મીની રજા કરી દીધી છે અને દરેક પોલીસકર્મીને શહેરના ખુણેખાંચરે ગોઠવવામાં આવશે.
ADVERTISEMENT
એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "પોલીસને ઈનપુટ મળ્યો હતો કે ખાલિસ્તાની તત્વો મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આતંકવાદી હુમલા કરી શકે છે."
અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે શુક્રવારે 'બંદોબસ્ત' ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓની વીક ઓફ તેમજ રજાઓ પણ રદ કરી દીધી છે."
ADVERTISEMENT
ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ પણ અલર્ટ
મુંબઈ પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ એલર્ટ પર છે અને 31 ડિસેમ્બરે સમગ્ર શહેરમાં કડક જાગરૂકતા રાખશે. ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) એ પણ ખતરાને ધ્યાનમાં રાખીને મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે અને તોડફોડ વિરોધી પગલાં લીધા છે.
GRP મુંબઈના કમિશનર કૈસર ખાલિદે એક ટ્વિટમાં કહ્યું, “COVID 19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લોકોને આ મુદ્દે સરકારી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપીએ છીએ. GRP મુંબઈએ મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશન પર તપાસ, શોધ અને તોડફોડના પગલાં માટે વિશાળ માનવબળ તૈનાત કર્યું છે. અમે કાયદાનો કડક અમલ કરાવીશું. અમે લોકોને સહકાર આપવા વિનંતી કરીએ છીએ."
ADVERTISEMENT
મુંબઈમાં કોરોના કેસમાં વિસ્ફોટ
મુંબઈમાં ગુરુવારે કોરોનાના કેસમાં મોટો વિસ્ફોટ થયો છે. ગઈકાલે ચોવીસ કલાકમાં કોરોનાના 3671 કેસ આવ્યાં હતા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.