બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Police filed 1200 page charge sheet against Elvish Yadav

નોઇડા / કોબ્રા કાંડમાં પોલીસે દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ, એલ્વિશ યાદવ સહિત 8 લોકોના નામ સામેલ

Priyakant

Last Updated: 12:06 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elvish Yadav Latest News: બિગ બોસના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત 8 લોકો વિરુદ્ધ કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી

Elvish Yadav : યુટ્યુબર એલ્વિશ યાદવની સામે ચાલી રહેલા સાપના ઝેરની દાણચોરીના કેસમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ છે. આ સાથે આ કેસમાં એલ્વિશ સહિત કુલ 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં એલ્વિશના સાપના પ્રેમીઓ સાથેના સંપર્કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે અનેક પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે.

બિગ બોસના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત 8 લોકો વિરુદ્ધ કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં એલ્વિશ અને રેવ પાર્ટીનું આયોજન કરવા અને સાપનું ઝેર સપ્લાય કરવામાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ 24 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. ચાર્જશીટમાં નોઈડા પોલીસે કહ્યું છે કે, એલ્વિશનો જેલમાં મોકલવામાં આવેલા તમામ સર્પપ્રેમીઓ સાથે સંપર્ક હતો. આરોપી સાપના ઝેરની ખરીદી અને વેચાણના કાળા ધંધામાં સંડોવાયેલો હતો.

કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરાશે 
ચાર્જશીટમાં એલ્વિશ સામે લાદવામાં આવેલા NDPS કલમોનો આધાર પણ સમજાવવામાં આવ્યો હતો અને તેના સહયોગીઓ સામેના આરોપોની પુષ્ટિ પણ કરી હતી. તેમજ તેના સહયોગીઓ સામેના આરોપોને સમર્થન મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના ફોરેન્સિક મેડિસિન ટોક્સિકોલોજી વિભાગના નિષ્ણાતોની સલાહ પણ આમાં સામેલ છે. ડીપી નોઈડા વિદ્યાસાગર મિશ્રાએ કહ્યું કે, તમામ નામના આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: મનીષ સિસોદિયાને કોર્ટમાંથી ન મળી રાહત, જ્યુડિશિયલ કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાઈ

શું હતો સમગ્ર મામલો ?
નોંધનીય છે કે, નવેમ્બરમાં પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થાના એક અધિકારીએ એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓ વિરુદ્ધ સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. સંસ્થાના સભ્યએ સમગ્ર એપિસોડનું સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું. પકડાયેલા પાંચ સાપ ચાર્મર્સ પાસેથી કોબ્રા સહિત નવ સાપ અને 20 મિલી સાપનું ઝેર મળી આવ્યું હતું. એફએસએલ રિપોર્ટમાં એવું પણ સ્પષ્ટ થયું હતું કે,20 મિલી ઝેર ક્રેટ પ્રજાતિનું હતું. જોકે હવે આ સમગ્ર ઘટનાની તપાસ સેક્ટર 20 પોલીસ સ્ટેશન કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ