ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / Manish Sisodia did not get relief from the court

દિલ્હી / મનીષ સિસોદિયાને કોર્ટમાંથી ન મળી રાહત, જ્યુડિશિયલ કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાઈ

Published By: Priykant Shrimali

Last Updated: 11:51 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manish Sisodia Bail Latest News : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી

ADVERTISEMENT

Manish Sisodia Bail : દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે પણ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને રાહત મળી નથી. વાત જાણે એમ છે કે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી છે. આ કેસની આગામી સુનાવણી હવે 18 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. આ સાથે કોર્ટે EDને જણાવવા કહ્યું કે, દરેક આરોપીએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં અત્યાર સુધી કેટલો સમય લીધો છે.

મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 6 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ 2 એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. EDને કોઈ પુરાવા મળ્યા નથી.

સિસોદિયા લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં કેદ 
મનીષ સિસોદિયાએ કહ્યું કે, તેઓ શરતી જામીન પણ સ્વીકારવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં બંધ છે. મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, સિસોદિયાને પણ તે જ રીતે જામીન મળી શકે છે જે રીતે તેમને જામીન મળ્યા હતા.

વધુ વાંચો: ED બાદ હવે NIAની ટીમ પર હુમલો, વાહનમાં કરવામાં આવી તોડફોડ, 2 અધિકારીઓ થયા ઘાયલ

જેલમાંથી લખ્યો પત્ર, જલ્દી બહાર આવશે
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડમાં બંધ સિસોદિયાએ શુક્રવારે જે પત્ર લખ્યો હતો, તેમાં તેણે આશા વ્યક્ત કરી હતી કે, તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે. સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, અંગ્રેજોને પણ પોતાની શક્તિ પર ઘમંડ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધી-મંડેલાને પણ કેદ કર્યા. અંગ્રેજ શાસકોની સરમુખત્યારશાહી છતાં આઝાદીનું સ્વપ્ન સાકાર થયું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Manish Sisodia bail ન્યાયિક કસ્ટડી મનીષ સિસોદિયા રાઉઝ એવન્યુ કોર્ટ Manish Sisodia Bail

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ