બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / After ED in West Bengal now attack on NIA team

પશ્ચિમ બંગાળ / ED બાદ હવે NIAની ટીમ પર હુમલો, વાહનમાં કરવામાં આવી તોડફોડ, 2 અધિકારીઓ થયા ઘાયલ

Priyakant

Last Updated: 11:42 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal Latest News: તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા પહોંચ્યા NIA અધિકારીઓ અને ગુસ્સે ભરાયેલા ટોળા શરૂ કર્યો પથ્થરમારો

West Bengal : લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. NIA અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022 બ્લાસ્ટ કેસની તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા એક અધિકારી ઘાયલ થયા હતા.

પોલીસને જાણ કરી હતી છતાં પણ....
આ ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. NIA ટીમ દ્વારા માનવેન્દ્ર જાના અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NIA અધિકારીઓ મોનોબ્રોતો જાનની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. NIA સૂત્રએ જણાવ્યું કે, દરોડા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ઘટના અંગે NIA દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વધુ વાંચો: દિલ્હીની હોસ્પિટલોમાંથી બાળકોની ચોરી, CBI ની રેડમાં થયો ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડનો પર્દાફાશ

અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ 
NIA અધિકારીની ફરિયાદના આધારે ભૂપતિનગર પોલીસ સ્ટેશને મુખ્ય આરોપી મોનોબ્રોતો જાના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 341, 332, 353, 186, 323, 427, 34 અને PDPP એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 1984ની કલમ 3 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની વચ્ચે એજન્સીએ મોનોબ્રોતો જાનની ધરપકડ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ