ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Child trafficking scam exposed in CBI raid in Delhi

Child Trafficking / દિલ્હીની હોસ્પિટલોમાંથી બાળકોની ચોરી, CBI ની રેડમાં થયો ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડનો પર્દાફાશ

Published By: Priykant Shrimali

Last Updated: 11:05 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Child Trafficking News: CBI દરોડા દરમિયાન દિલ્હી-એનસીઆરના અલગ-અલગ વિસ્તારોમાંથી 7-8 બાળકોને છોડાવવામાં આવ્યા

ADVERTISEMENT

Delhi Child Trafficking : દિલ્હીના ઘણા વિસ્તારોમાં CBIએ દરોડા પાડ્યા છે. CBI સૂત્રો અને મીડિયા અહેવાલોનું માનીએ તો આ દરોડા બાળ તસ્કરી કેસમાં પાડવામાં આવ્યા છે. વિગતો મુજબ દરોડા દરમિયાન દિલ્હી-એનસીઆરના અલગ-અલગ વિસ્તારોમાંથી 7-8 બાળકોને છોડાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણનો મામલો હોવાનું જણાય છે.

હાલમાં CBIની ટીમે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. તપાસ એજન્સી આ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. હાલમાં CBIની ટીમ બાળકો વેચનાર મહિલા અને તેને ખરીદનાર વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં CBIએ એક મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે જેમની પૂછપરછ ચાલી રહી છે.

વધુ વાંચો: ખૂબ જ ચિંતાજનક વાત.... વકીલોની હરકતો પર CJI ચંદ્રચુડ ગુસ્સે થયા, કહ્યું- ભૂલશો નહીં

નોંધનીય છે કે, CBIએ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં આ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન CBIએ દિલ્હીના કેશવપુરમમાં એક ઘરમાંથી બે નવજાત શિશુઓને બચાવ્યા હતા. મળતી માહિતી મુજબ તાજેતરમાં જ દિલ્હીની હોસ્પિટલોમાંથી બાળકોના ગુમ થવાના સમાચાર આવ્યા હતા. આ પછી CBIને બાળકોની ખરીદી અને વેચાણની માહિતી મળી. જેને ધ્યાનમાં રાખીને આ દરોડો પાડવામાં આવ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CBIના દરોડા child trafficking ચાઈલ્ડ ટ્રાફિકિંગ દિલ્હી બાળકોની ચોરી child trafficking

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ