'PM વિશ્વકર્મા યોજના'માં લાભાર્થીઓને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન મલીસ હકે છે જે વ્યવસાય શરૂ કરવામાં આર્થિક રીતે મદદ કરશે. આ યોજના માટે કેવી રીતે અરજી કરવી? જાણો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરથી 'PM વિશ્વકર્મા યોજના' શરૂ કરી
આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે
આ યોજના માટેની શરતો શું છે અને કેવી રીતે અરજી કરવી?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર રવિવારના રોજ તેમના 73માં જન્મદિવસના અવસર પર દેશની જનતાને એક મોટી ભેટ આપી અને 'PM વિશ્વકર્મા યોજના' શરૂ કરી છે. રૂ. 13,000 કરોડની આ સરકારી યોજના પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. આમાં, કૌશલ્ય તાલીમની સાથે, લાભાર્થીઓને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન આપવાની પણ જોગવાઈ છે, જે વ્યવસાય શરૂ કરવામાં આર્થિક રીતે મદદ કરશે. ચાલો જાણીએ કે આ યોજના માટે કેવી રીતે અરજી કરવી અને તેનો લાભ કોને મળશે.
આપવામાં આવેલી લોન પર 8 ટકા સુધીની સબસિડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી PM વિશ્વકર્મા યોજના હેઠળ, સરકાર કારીગરોને આપવામાં આવેલી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના હેઠળ કારગર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે, તે પણ માત્ર 5 ટકાના રાહત દરે. આ યોજનામાં સુથાર, સુવર્ણકાર, લુહાર, મેસન્સ, પથ્થર શિલ્પકારો, વાળંદ અને નાવિક સાથે સંબંધિત 18 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. શરૂઆતમાં રૂ. 1 લાખની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી, લાભાર્થી રૂ. 2 લાખની વધારાની લોન માટે પાત્ર બનશે. વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે. ચાલો જાણીએ કે આ યોજના માટેની શરતો શું છે, કોણ પાત્ર છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે અને ઑનલાઇન અને ઑફલાઇન અરજીની પ્રક્રિયા શું છે.
વિશ્વકર્મા યોજના માટે કેવી રીતે અરજી કરવી
- PM વિશ્વકર્મા યોજનાના સત્તાવાર પોર્ટલ પર જાઓ.
સત્તાવાર વેબસાઇટ: (https://pmvishwakarma.gov.in/)
- તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને નોંધણી કરો.
- OTP વેરિફિકેશન દ્વારા તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વેરીફાઈ કરો.
- નામ, સરનામું અને વ્યવસાય સંબંધિત માહિતી સહિતની વિગતો સાથે PM વિશ્વકર્મા યોજના નોંધણી ફોર્મ ભરો અને તેને સબમિટ કરો.
- PM વિશ્વકર્મા ડિજિટલ ID અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. જે બાદ સંબંધિત વિભાગ તમારી વિગતોની ચકાસણી કરશે.
- જો બધી વિગતો સાચી હશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે.
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદથી કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે. સાથે જ કલાકારો અને કારીગરો પણ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પીએમ વિશ્વકર્મા યોજના માટે નોંધણી અને અરજી કરી શકે છે.
પીએમ વિશ્વકર્મા યોજનાના લાભો
- વિશ્વકર્મા શ્રમ સન્માન યોજનાનો ઉદ્દેશ્ય કુશળ કારીગરોને મૂલ્યવાન સહાય પૂરી પાડવાનો છે.
- આ યોજનામાં તહેસીલ અથવા જિલ્લા મુખ્ય મથક પર સ્થિત નાના અને મધ્યમ ઉદ્યોગોના વિભાગ દ્વારા આયોજિત વ્યાપક તાલીમ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
- વિશ્વકર્મા શ્રમ સન્માન યોજનાના સફળ અરજદારને તાલીમ સત્ર મળશે, જે રોજગારની સંભાવનાઓ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.
- આ યોજનામાં તાલીમ લઈ રહેલા કારીગરોને અર્ધ-કુશળ વેતનની સમકક્ષ નાણાકીય સહાયની જોગવાઈનો સમાવેશ થાય છે.
- આ યોજનામાં દરેક લાભાર્થીને 500 રૂપિયાના દૈનિક ભથ્થા સાથે 5 દિવસ માટે કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. દરેક લાભાર્થીને ત્રણ-સ્તરીય રીતે ઓળખવામાં આવશે.
- આ ઉપરાંત 15,000 રૂપિયાની ગ્રાન્ટ ટૂલકીટ પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે, એક મહિનામાં 100 જેટલા વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે 1 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.