બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Narendra modi will launch customized crash course program for covid-19 frontline workers on 18 june
Arohi
Last Updated: 04:00 PM, 16 June 2021
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને સવારે 11 વાગ્યે ફંન્ટલાઈન વર્કર્સ માટે 'કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ' પ્રોગ્રામની શરૂઆત કરશે. 26 રાજ્યોમાં 111 તાલિમ કેન્દ્રોની સાથે કાર્યક્રમનું લક્ષ્ય દેશભરમાં એક લાખથી વધુ કોવિડ યોદ્ધાઓને તાલીમ આપવાનો છે.
PM Modi will launch ‘Customized Crash Course' programme for Covid 19 Frontline workers’ on June 18 at 11 am via video conferencing. With 111 training centres across 26 states, the programme aims to skill and upskill over one lakh Covid warriors across the country: PMO
— ANI (@ANI) June 16, 2021
ADVERTISEMENT
PMO તરફથી જાહેર કરવામાં આવ્યું નિવેદન
પીએમઓની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી આ કાર્યક્રમની શરૂઆત સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે. ત્યારે પીએમઓએ એક બીજુ નિવેદન જાહેર કરતા કહ્યું કે પીએમ કેર ફંડ ટ્ર્સ્ટના ડીઆરડીઓની તરફથી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કલ્યાણીમાં બે 250 બેડ વાળા અસ્થાપી કોવિડ હોસ્પિટલોની સ્થાપના માટે 41.62 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અમુક સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે.
શું છે કાર્યક્રમનો ઉદ્દેશ?
કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં એક લાખથી વધુ કોવિડ યોદ્ધાઓને કૌશલ અને અપસ્કિલ આપવાનો છે. હોમ કેર સપોર્ટ, બેસિક કેર સપોર્ટ, એડવાંસ કેર સપોર્ટ, ઈમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઈક્વિપમેન્ટ સપોર્ટ જેવી વસ્તુઓની તાલીમ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.