બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM Narendra modi vadnagar hatkeshwar temple know about history

ધર્મ / PM મોદીના વતન વડનગરમાં આવેલું છે 2000 વર્ષ જુનુ ઐતિહાસિક શિવ મંદિર,  જાણો ઈતિહાસ વિશે

Published By: Arohi

Last Updated: 12:44 PM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના વતન વડનગરમાં આવેલા આ ઐતિહાર મંદિરમાં શ્રાવણમાં જામે છે ભક્તોની ભીડ

  • PM મોદીના વતન વડનગરમાં આવેલું છે 2000 વર્ષ જુનુ મંદિર 
  • જાણો આ શિવ મંદિરના ઈતિહાસ વિશે 
  • લોકો દૂર દૂરથી આવે છે મંદિરના દર્શન માટે 

ગુજરાતમાં PM મોદીના વતન વડનગરમાં લગભગ 2000 વર્ષ જુનુ ઐતિહાસિક હાટકેશ્વર મંદિર આવેલું છે. અહીં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. શહેરની બહાર 17મીં સદીમાં બનેલું આ તીર્થસ્થળ હાટકેશ્રર મહાદેવને સમર્પિત છે. જે વડનગર બ્રાહ્મણોના પ્રમુખ દેવતા છે. આ મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું હતું. 

2000 વર્ષથી પણ વધુ જુનુ છે આ મંદિર 
લગભગ 2000થી પણ વધુ જુના આ મંદિર વિશે માન્યતા છે કે શ્રી હાટકેશ્વર મહાદેવનું લિંગ પૃથ્વીના નીચે સુધી જાય છે જે સ્વયંભૂ છે. હાટકેશ્વર મંદિરની પ્રમુખ મુર્તિ ભગવાન શિવની છે આ મંદિર નાગ રાજા હરિરાજ નાયક દ્વારા 1402માં બનાવવામાં આવ્યું હતું. 

પથ્થરોની કોતરણીમાં પ્રાચીન કથાઓનું વર્ણન 
કિંવદંતી અનુસાર, નાગ રાજ જેમણે હાટકેશ્વર મંદિર બનાવ્યું હતું તે રાજા બાબુરાવના દાદા હતા. ઘણા લોકોનું માનવું છે કે રાજા બાબુરાવે પોતાના પિતા અર્જુનને વડનગર શહેરમાં હાટકેશ્વર મંદિર બનાવવામાં મદદ કરી હતી. મંદિર એક રાષ્ટ્રીય વિરાસત છે જેમાં મંદિરના અંદર અને બહાર કલાત્મક કોતરણી કરવામાં આવી છે. સુંદર શિલ્પ કૌશલ અને પથ્થરોની કોતરણી પ્રાચીન કથાઓનું વર્ણન કરે છે. 

શ્રાવણમાં જામે છે ભક્તોની ભીડ 
શ્રાવણના પાવન માસની શરૂઆતમાં વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. લગભગ 2 હજાર વર્ષ જુના આ મંદિરમાં શ્રાવણ મહિનાની પૂજાનું ખાસ મહત્વ છે. આજે શ્રાવણના પહેલા દિવસે મંદિરમાં ખાસ પુજા કરવામાં આવી. હાટકેશ્વર નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hatkeshwar Temple History PM Narendra Modi Vadnagar હાટકેશ્વર મંદિર vadnagar hatkeshwar temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ