બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / PM Narendra Modi asks sportspersons to spread message of positivity in fight against coronavirus pandemic

કોરોના સંકટ / PM મોદીએ વીડિયો કોન્ફરન્સથી ખેલાડીઓ સાથે કર્યો સંવાદ, સચિન-સૌરવ-ધોની-કોહલી જોડાયાં

Divyesh

Last Updated: 02:12 PM, 3 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ સામેની જંગમાં દુનિયા એકજૂટ છે અને આ મહામારી પર કાબુ મેળવવા દરેક પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસને ભારતમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જે 14 એપ્રિલ સુધી ચાલશે.

  • કોરોના સંકટઃ ખેલ જગત સાથે જોડાયાં PM મોદી
  • વીડિયો કોન્ફરસથી રમતગમતના ખેલાડીઓ સાથે કર્યો સંવાદ

જો કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે રવિવારે 5 એપ્રિલના રોજ રાતે 9 વાગે 9 મિનિટ માટે લોકો ટોર્ચ, દિવા અને મીણબત્તી પ્રગટાવીને આ જંગ સામે એકસાથે લડવાનો સંદેશ આપશે. કોરોના વાયરસ સામેની આ લડાઉમાં દરેક રમત-ગમતના ખેલાડીઓ પણ સામે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 40 ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. 

12 ખેલાડીઓને પોતાની વાત રાખવા માટે 3 મિનીટ મળી

આ વીડિયો કોન્ફરન્સમાં પીએમ મોદીએ ખેલાડીઓને લોકડાઉન બનાવી રાખવાનો સંદેશ લોકો સુદી પહોંચાડવા જણાવ્યું. પીએમ મોદીએ આ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેવા ખેલાડીઓની યાદીમાં કેટલાંક ક્રિકેટર સામેલ હતા.
 


જેમાં મુખ્યત્વે સચિન તેડૂંલકર, સૌરવ ગાંગૂલી અને વિરાટ કોહલી સિવાય વિશ્વ કપના વિજેતા પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને ફાસ્ટ બોલર ઝહિર ખાન, યુવરાજસિંહ અને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. રમતગમત મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે 12 ખેલાડીઓને પોતાની વાત રાખવા માટે 3 મિનીટનો સમય ફાળવામાં આી. જો કે આ 12 ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નહીં. 

ક્રિકેટ સિવાય ઓલિમ્પિક રજત પદક વિજેતા પીવી સિંધુ, ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડા, દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ, હિમા દાસ, બોક્સર મેરીકોમ અને અમિત પંચાલ, પહેલવાન વિનેશ ફોગાટ અને યુવા નિશાનેબાઝ મનુ ભાકર પણ આ ખેલાડીઓ સામેલ છે, આ ખેલાડીઓએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News PM modi players sport કોરોનાવાયરસ ખેલાડી ગુજરાતી ન્યૂઝ પીએમ મોદી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ