બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / PM Modi's birthday today: PM Modi will give three gifts to countrymen, know who will benefit from Vishwakarma Yojana

PM Modi Birthday / આજે PM મોદીનો જન્મદિવસ: દેશવાસીઓને ત્રણ ગિફ્ટ આપશે PM મોદી, વિશ્વકર્મા યોજનાથી જાણો કોને મળશે લાભ

Megha

Last Updated: 09:26 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Birthday : પીએમ મોદીના 73માં જન્મદિવસ પર ભાજપ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.  સાથે જ આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદી દેશવાસીઓને ત્રણ ખાસ ભેટ આપશે.

  • આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે
  • આ અવસર પર તેઓ ઘણી યોજનાઓ લોન્ચ કરશે
  • વડાપ્રધાન મોદી દેશવાસીઓને ત્રણ ખાસ ભેટ આપશે

17મી સપ્ટેમ્બર એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આ અવસર પર તેઓ ઘણી યોજનાઓ લોન્ચ કરશે. સાથે જ પીએમ મોદીના 73માં જન્મદિવસ પર ભાજપ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. સાથે જ આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદી દેશવાસીઓને ત્રણ ખાસ ભેટ આપશે. 

પીએમ મોદી કન્વેન્શન સેન્ટર યશોભૂમિનું ઉદ્ઘાટન કરશે
દ્વારકા, દિલ્હીમાં બનેલી યશોભૂમિ દેશને સમર્પિત કરશે. PM એ પોતે 20 સપ્ટેમ્બર 2018 ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. યશોભૂમિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકો, પરિષદો, ટ્રેડ શો વગેરેના આયોજન માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ હશે. દર વર્ષે 100 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવાનો લક્ષ્યાંક છે. એક સાથે 90 થી 800 લોકો માટે 13 મીટીંગ હોલ છે.

વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ
આજે પીએમ મોદીના જન્મદિવસની સાથે વિશ્વકર્મા જયંતિ પણ છે. આવી સ્થિતિમાં આજે સરકાર વિશ્વકર્મા યોજના શરૂ કરવા જઈ રહી છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર આની જાહેરાત કરી હતી. આ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2023-24માં કરવામાં આવી હતી. આ યોજનામાં સરકાર 13,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે.  આ યોજના પરંપરાગત કામ સાથે સંકળાયેલા કારીગરો અને કારીગરોના 30 લાખ પરિવારોને મદદ કરશે. 

મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન
આ સાથે જ PM મોદી આજે 11 વાગ્યે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે. આ ટ્રેન દ્વારા ધૌલા કુઆનથી દ્વારકા સેક્ટર 25 જશે. સૌથી પહેલા PM મોદી દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને એ બાદ IICCમાં જશે. ત્યાં 4 કેન્દ્રીય મંત્રી પીએમ મોદીનું સ્વાગત કરશે. 

પીએમ મોદીના જન્મદિવસ પર 'આયુષ્માન ભવ' કાર્યક્રમ શરૂ થશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પીએમ મોદીના જન્મદિવસ પર આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ સમાજના છેવાડાના ખૂણે સુધી તમામ લોકો સુધી સરકારી આરોગ્ય યોજનાઓ પહોંચાડવાનો રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી હતી. 

આ સિવાય દેશ અને દુનિયાના અનેક નેતાઓ સવારથી જ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ