બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / pm modi visit ahmedabad to varanasi today know program details

પ્રવાસ / અમદાવાદથી લઇને છેક વારાણસી સુધી..., નગરજનોને આજે PM મોદી આપશે કરોડોની ભેટ, જાણો શેડ્યૂલ

Arohi

Last Updated: 08:01 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Ahmedabad Visit: અમદાવાદથી વારાણસી સુધી આજે પીએમ મોદીનો પ્રવાસ છે. જ્યાં એક તરફ PM મોદી ગુજરાતને કરોડોની ભેટ આપશે તો ત્યાં જ કાશીમાં તેમનું ભવ્ય સ્વાગત થશે. 2024ના શંખનાદ પહેલા પીએમ મોદી મેગા ગિફ્ટ આપવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને વારાણસી પ્રવાસ પર છે. પીએમ મોદી સૌથી પહેલા અમદાવાદ જશે. જ્યાં તે અમૂલ કોપરેટિવના સ્વર્ણ જયંતી સમારોહમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહેલા આ સમારોહમાં સવા લાખથી વધારે ખેડૂતો હાજરી આપશે. પીએમ મોદી આજે મહેસાણામાં વાડીનાથ ધામ મંદિરનું પણ ઉદ્ધાટન કરશે. 

તે ઉપરાંત પીએમ મોદી નવસારી અને કાકરાપારમાં 25 હજાર કરોડની પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી આજે જ મોડી સાંજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે જ્યાં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. વારાણસીમાં આજે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. 

સવા લાખથી વધારે ખેડૂતોનું કરશે અભિનંદન 
પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીથી અમદાવાદ અને પછી અમદાવાદથી કાશીના પ્રવાસ પર છે. પીએમ મોદી આજે દિવસભરમાં લગભગ 1800 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. તેમના સફરની શરૂઆત ગુજરાતથી થશે. અમદાવાદમાં લાખો ખેડૂતો અભિનંદન સાથે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયારીઓ પુરી કરી ચુક્યા છે. 

સવારે 10.45 પર પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે. જ્યાં અમૂલ બ્રાંડ આપનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તેની સુવર્ણ જયંતિ ઉજવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના 18 હજાર 600 ગામથી સવા લાભથી વધારે ડેયરી ખેડૂતો શામેલ થશે. ખાસ વાત એ હશે કે આ સમારોહમાં 45 ટકા ડેરી ખેડૂત મહિલાઓ હશે. 

વાડીનાથ મંદિર પહોંચશે પીએમ મોદી 
તેના બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી પીએમ મોદી સીધા મહેસાણાના વાડીનાથ મંદિરમાં પહોંચશે. વાડીનાથ ધામને ગુજરાતના રબારીની સૌથી મોટી ગાદીના રૂપમાં ઓળખવામાં આવે છે. રબારી સમજાની આબાદી ગુજરાતમાં લગભગ 70 લાખ છે. આ મંદિરમાં 900 વર્ષ પહેલા સ્વયં પ્રકટ થયેલા શિવલિંગ પ્રસ્થાપિત છે. 

12 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ શરૂ થયું હતું જે આજે પુરૂ થઈ ગયું છે. લગભગ 150 ફૂટ ઉંચા, 165 ફૂટ પહોળા આ મંદિર, 1.5 લાખ ઘન ફીટમાં ફેલાયેલું છે. રાજસ્થાન અને ઓડિશાના મૂર્તિકારોએ 12 વર્ષની નક્કાશી બાદ ત્યાં 68 ધાર્મિક સ્તંભ બનાવ્યા છે. 

સાંજે કાશામાં પણ પીએમનો કાર્યક્રમ 
જણાવી દઈએ કે પીએમ મોદી આજે ગુજરાત યાત્રા વખતે મહેસાણા, નવસારી અને કાકરાપારીમાં 25 હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટ્સની ભેટ આપશે. ગુજરાત પ્રવાસ વખતે મોડી સાંજે પીએમ મોદી કાશી પહોંચશે. એરપોર્ટથી બરેકા ગેસ્ટ હાઉસ સુધી રસ્તામાં 6 જગ્યાઓ પર પીએમ મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. 

વધુ વાંચો: ખેડૂત આંદોલનની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, શેરડી ખરીદ કિંમતમાં વધારો, સ્પેસમાં FDIને મંજૂરી

બીજા દિવસે પીએમ મોદી કાશીમાં બનાસ અમૂલ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેની સાથે જ પીએમ 36 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કરશે. પીએમ કાશીમાં જનસભા પણ સંબોધિત કરશે. તેના પહેલા પીએમ મોદી બીએચયુ સ્વતંત્રા ભવનની સાથે સાથે સંત રવિદાસની જન્મસ્થલી સીર ગોવર્ધનના દર્શન પણ કરવા જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ