બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:18 PM, 4 January 2024
ADVERTISEMENT
PM Modi visits Lakshadweep : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમ્યાન સ્નોર્કલિંગ કરી જળચર સૃષ્ટિને નિહાળી હતી. આ તરફ હવે સોશિયલ મીડિયા પર પણ તેમણે આ તસવીરો શેર કરી છે. જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT
Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લક્ષદ્વીપ ગયા હતા અને બુધવારે પરત ફર્યા હતા. લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન PM મોદી ત્યાંના લોકોને મળ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લક્ષદ્વીપની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ સાથે જ ત્યાંના લોકોએ ખૂબ વખાણ કર્યા છે.

ADVERTISEMENT
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
— Narendra Modi (@narendramodi) January 4, 2024
During my stay, I also tried snorkelling - what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
ADVERTISEMENT

નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "તાજેતરમાં મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું ટાપુઓની અદભૂત સુંદરતા અને અહીંના લોકોની હૂંફથી દંગ રહી ગયો છું. મને અગત્તિ, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું."
ADVERTISEMENT

PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મનોહર સુંદરતા ઉપરાંત, લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. તેણે મને 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ સખત મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી. જે લોકો તેમાં સાહસિકને અપનાવવા ઈચ્છે છે, તેમના માટે લક્ષદ્વીપ તમારી યાદીમાં હોવું જરૂરી છે.

આ સાથે કહ્યું કે, મારા રોકાણ દરમિયાન મેં સ્નોર્કલિંગનો પણ પ્રયાસ કર્યો - તે કેટલો આનંદદાયક અનુભવ હતો! અને નૈસર્ગિક દરિયાકિનારા પર વહેલી સવારની ચાલ પણ શુદ્ધ આનંદની ક્ષણો હતી.

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.