બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / વિશ્વ / PM Modi told an interesting story about the grand Hindu temple of Abu Dhabi

નિવેદન / 'જે જમીન પર આંગળી ચીંધશો...', અબુધાબીના ભવ્ય હિન્દુ મંદિરને લઇ PM મોદીએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

Priyakant

Last Updated: 08:42 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BAPS Hindu Mandir Latest News: PM મોદીએ કહ્યું, 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી અને મંદિર માટે પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે ક્રાઉન પ્રિન્સ નાહ્યાને એક ક્ષણ પણ બગાડ્યા વિના પ્રસ્તાવ માટે હા પાડી હતી

  • અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ
  • અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે PM મોદીનું નિવેદન 
  • 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી અને મંદિર માટે પ્રસ્તાવ મૂક્યો હતો
  • ક્રાઉન પ્રિન્સ નાહ્યાને એક ક્ષણ પણ બગાડ્યા વિના પ્રસ્તાવ માટે હા પાડી હતી: PM મોદી

BAPS Hindu Mandir : અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આ તરફ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીમાં છે. આ દરમિયાન અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું કે, 2015માં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મોદીને કહ્યું હતું કે, જે પણ જમીન પર આંગળી ચીંધશો, હું આપીશ'. આ સાથે તેમણે કહ્યું કે જ્યારે તેમણે 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી અને મંદિર માટે પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે ક્રાઉન પ્રિન્સ નાહ્યાને એક ક્ષણ પણ બગાડ્યા વિના પ્રસ્તાવ માટે હા પાડી હતી.

PM મોદી બુધવારે (14 ફેબ્રુઆરી) બસંત પંચમીના દિવસે અબુધાબીમાં એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. ગઈકાલે તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે યુએઈના ક્રાઉન પ્રિન્સ નાહયાન સાથે જોડાયેલી ઘટનાને યાદ કરી અને કહ્યું કે જ્યારે તેમણે મંદિરનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે નાહ્યાને કહ્યું હતું કે તમે જે પણ જમીન પર આંગળી ચીંધશો, હું આપીશ. 

PM મોદીએ UAEમાં શું કહ્યું?
ગઈકાલે અહીં 'અહલાન મોદી' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. PM મોદીએ અહીં કહ્યું કે તેઓ વડાપ્રધાન બન્યાના થોડા સમય બાદ 2015માં પહેલીવાર UAE ગયા હતા. પછી તેમણે પ્રિન્સ નાહયાનને અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે પ્રિન્સે એક ક્ષણ પણ બગાડ્યા વિના પસાર કર્યો. 

વધુ વાંચો : આજે UAEમાં BAPS હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, આ 30 વિશેષતાઓ મંદિરને પાડે અલગ, ટાઈમલાઇન પર કરો નજર

PM મોદીએ કહ્યું, મને 2015માં UAEની મારી પહેલી મુલાકાત યાદ છે. જ્યારે હું થોડો સમય કેન્દ્રમાં હતો. ત્રણ દાયકા પછી ભારતીય વડાપ્રધાનની UAEની આ પ્રથમ મુલાકાત હતી. મુત્સદ્દીગીરીની દુનિયા મારા માટે નવી હતી. તે સમયે તત્કાલિન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિએ તેમના પાંચ ભાઈઓ સાથે એરપોર્ટ પર મારું સ્વાગત કર્યું હતું. હું તેसની હૂંફ અને તેની આંખોમાંની ચમકને ક્યારેય ભૂલી શકતો નથી. તે સ્વાગત મારા એકલા માટે નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ