બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Pm Modi on discovery channel in Man Vs Wild on 12th aug

Man Vs Wild / આજે ડિસ્કવરીમાં છવાશે પ્રધાનમંત્રી મોદી, રાત્રે 9 કલાકે થશે પ્રસારણ

Published By: Bhushita

Last Updated: 12:44 PM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ડિસ્કવરીમાં છવાશે પ્રધાનમંત્રી મોદી, રાત્રે 9 કલાકે થશે પ્રસારણ. ડિસ્કવરી ચેનલના ખાસ કાર્યક્રમ Man Vs Wildમાં બરાક ઓબામા બાદ આજે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળશે. આ કાર્યક્રમ વિશે માહિતિ આપતાં બેયર ગ્રિલ્સે લખ્યું કે તેમને પીએમ નરેન્દ્ર મોદી સાથે ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે વિવિધ ઉપાયો પર કાર્યક્રમ શૂટ કર્યો છે.

આ એપિસોડમાં પીએમ મોદી ગ્રિલ્સ સાથે ભારતની વિશાળ પાકૃતિક વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો અંગે ચર્ચા કરતા નજરે પડશે. ગ્રિલ્સે ટ્વિટમાં લખ્યું કે 180 દેશના લોકો ટૂંક સમયમાં જ પીએમ મોદી અંગે પરિચિત થશે. જ્યાં દેખાડીશું કે કેવી રીતે ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તન માટે કામ થઈ રહ્યું છે. 

વડાપ્રધાન મોદી અહીં અલગ જ અંદાજમાં જોવા મળશે. PM નરેન્દ્ર મોદી ગ્રિલ્સ સાથે બોટમાં નદી પાર કરતા જોવા મળશે. આ અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ બેયર ગ્રિલ્સ સાથે નજરે પડ્યા હતા. આ શોમાં વિશ્વની પ્રખ્યાત હસ્તીઓ ભાગ લઈ ચૂકી છે. પીએમ મોદી પહેલાં બરાક ઓબામાની સાથે શો કરી ચૂકેલા બેયર ગ્રિલ્સને પૂછવામાં આવ્યું કે  મોદી- ઓબામામાં શું સમાનતા છે તો જાણો તેઓએ શું જવાબ આપ્યો.

બેયરે કહ્યું કે ભારત ખૂબ જ સુંદર દેશ છે. તેમાં સુંદરતા છે અને સાથે તમારે તેને સાચવવી જોઈએ, પણ આ જવાબદારી દરેક વ્યક્તિ લે તો જ સંભવ છે. તેમાં નાની ચીજો જેમકે થૂંકવું નહીં, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને બચાવવું વગેરે સામેલ કરવી જોઈએ. બેયરે જણાવ્યું કે તમે શૉમાં પીએમ મોદીની પર્સનાલિટીના એ ભાગને જોશો જે તમે પહેલાં ક્યારેય જોયો નહીં હોય. ટીમે પરત આવીને પહેલી વાત એ કહી હતી કે આ દેશમાં સૌથી વધારે જોનારો જાણીતો શૉ બનવા જઈ રહ્યો છે. તેઓએ ઉમેર્યું કે હું પણ આવું જ ઈચ્છું છું. બેયર ગ્રિલ્સનો આ સર્વાઈવલ શૉ દુનિયાભરમાં લોકપ્રિય છે અને પીએમ મોદીના એપિસોડને ભારતમાં કુલ 8 ભાષાઓમાં બતાવાશે અને સાથે ડિસ્કવરી દુનિયાભરના લગભગ 180 દેશોમાં આ શૉનું પ્રસારણ કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bear Grylls Discovery Man vs Wild PM modi ડિસ્કવરી ચેનલ પીએમ મોદી મેન vs વાઇલ્ડ Man Vs Wild

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ