બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / pm modi had eaten tularam kachori shajapur during jan sangh era

Madhyapradesh / બીજું બધુ પછી, તુલારામની કચોરી પહેલા...: MPના આ ગામની જૂની યાદો વિશે PM મોદીએ કર્યો ઉલ્લેખ, હવે દુકાને ઉમટી પડી ભીડ

Manisha Jogi

Last Updated: 05:57 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં ફેમસ હલવાઈ તુલારામની કચોરીને યાદ કરી. ‘હું અહીંયા આવતો હતો. બીજું બધુ પછી, તુલારામની કચોરી પહેલા...’

  • પ્રધાનમંત્રીએ ફેમસ હલવાઈ તુલારામની કચોરીને યાદ કરી
  • ‘બીજું બધુ પછી, તુલારામની કચોરી પહેલા...’
  • ‘બીજી વાર આવીશ ત્યારે તુલારામની કચોરી જરૂરથી ખાઈશ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાજાપુર શહેરના બાપુની કુટીર પાસેના મેદાન પર ચૂંટણી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘હું અહીંયા આવતો હતો. શાજાપુરના લોકો માટે દાળબાટી, દૂધ જલેબીનું શું મહત્ત્વ છે, તે મને ખબર છે. બીજું બધુ પછી, તુલારામની કચોરી પહેલા...’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાજનૈતિક ભાષણમાં માલવાના ફેમસ હલવાઈ તુલારામની કચોરીને યાદ કરી હતી કે, જનસંઘ સમયે શાજાપુર આવ્યો હતો, ત્યારે માલવાની પ્રસિદ્ધ દાળબાટી અને તુલારામની કચોરી ખાધી હતી. આજે મારી પાસે વધુ સમય નથી. 3 ડિસેમ્બરે ચૂંટણી પછી દિવાળી ઊજવીશું અને બીજી વાર આવીશ ત્યારે અહીંયાની દાળબાટી અને તુલારામની કચોરી જરૂરથી ખાઈશ.

જનસભા સમાપ્ત થયા પછી શહેરવાસીઓએ તુલારામજી પાસે જઈને આ વાતની જાણકારી આપી અને કચોરી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

1990માં પહેલી વાર ટેસ્ટ કરી હતી
તુલારામજીએ આ બાબતે જણાવ્યું કે, ‘તે સમયે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી નહોતા. ત્યારે તેઓ શાજાપુરમાં પ્રચારક તરીકે આવ્યા હતા અને અમારી દુકાન પર કચોરી ખાધી હતી. તે સમયે અહીંયા ગ્રાહકોની ભીડ થતી હતી. હવે તો દુકાન બંધ કરી દીધી છે અને ઘરે જ કચોરી બનાવીએ છીએ. મને ખુશી થાય છે કે, પ્રધાનમંત્રી બન્યા પછી પણ તેમને આ સ્વાદ યાદ છે. વિશાળ જનસમુદાય સામે મને યાદ કરીને મારા સમ્માનમાં વધારો કર્યો છે. તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર.’ હવે તુલારામજીનો દીકરો જ આ કામ સંભાળે છે. 

1997માં પણ સ્વાદ લીધી હતો
મધ્યપ્રદેશ ભાજપના પ્રભારી રહી ચૂકેલ નરેન્દ્ર મોદી શાજાપુરમાં ‘મારૂ બૂથ સૌથી મજબૂત’ માટે આવ્યા હતા. ત્યારે મોદીજી ભોપાલમાં ગયા ત્યારે કચોરી લઈને ગયા હતા અને તુલારામજીની કચોરીનો સ્વાદ લીધો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ