બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / PM modi farm bills opposed politics selfishness

હિમાચલ પ્રદેશ / PM મોદીએ ખેડૂત બિલ પર સંબોધન આપતા કહ્યું- ગત સદીના નિયમો અને કાયદાઓથી આગામી સદીમાં ન પહોંચી શકાય

Hiren

Last Updated: 06:23 PM, 3 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ સુધાર કાયદાઓને ઐતિહાસિક કરાર આપ્યો છે. તેમણે કહ્યું કે, આ કાયદો દરેક પ્રકારે ખેડૂતોને લાભ અપાવનારો અને વચેટિયાઓ અને દલાલોના તંત્ર પર પ્રહાર કરનારો છે. કૃષિ સુધારોનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષો પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગત સદીના નિયમો અને કાયદાઓથી આગામી સદીમાં ન પહોંચી શકાય.

  • હિમાચલ પ્રદેશના કુલ્લૂ સ્થિત સોલંગ ઘાટીમાં પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધિ
  • કોંગ્રેસ માટે ચૂંટણી સામે હતી, અમારા માટે દેશના ખેડૂતો સામે છેઃ પીએમ મોદી
  • ગત સદીમાં જીવવું છે તો તેમને જીવવા દો, દેશ અટકવાનો નથીઃ મોદી

હિમાચલ પ્રદેશના કુલ્લૂ સ્થિત સોલંગ ઘાટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધિત હતી. આ પહેલા તેમણે અટલ સુરંગનું ઉદ્ધાટન કર્યું અને લાહોરના સિસ્સૂ ગામમાં પણ એક જનસભાને સંબોધિ હતી. સોલંગની જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, એટલા માટે સમાજ અને વ્યવસ્થાઓમાં ફેરફારના વિરોધી જેટલી પણ પોતાના સ્વાર્થની રાજનીતિ કરે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે સુધારાનો સિલસિલો સતત ચાલતો રહેશે.

આવા અનેક સુધારાઓથી લોકોનો સમય અને પૈસા બન્ને બચે છેઃ પીએમ મોદી

સોલંગ ઘાટીના લોકોને સંબોધિત કરી રહેલા પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓથી લોકોને થઇ રહેલા ફાયદાઓને ગણાવતા કહ્યું કે, તેમની સરકારના પ્રયાસો છે કે સામાન્ય લોકોની મુશ્કેલીઓ કેવી રીતે ઓછી અને તેમને પોતાના હકનો પૂરો લાભ કેમ મળે? તેમણે કહ્યું કે, આવા અનેક સુધારાઓથી લોકોનો સમય અને પૈસા બન્ને બચી રહ્યાં છે અને ભ્રષ્ટાચારના રસ્તા પણ બંધ થઇ રહ્યા છે. દેશમાં આજે જે સુધારા કરવામાં આવી રહ્યા છે, તેનાથી એવા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેમણે હંમેશા પોતાના રાજકીય હિતો માટે કામ કર્યું છે.

ગત સદીમાં જીવવું છે તો તેમને જીવવા દો, દેશ અટકવાનો નથીઃ મોદી

પીએમએ કહ્યું કે, સુધારાઓ અને વ્યવસ્થાઓમાં ફેરફારના વિરોધીઓ પોતાના સ્વાર્થની જેટલી પણ રાજનીતિ કરી લે, આ દેશ અટકવાનો નથી. મોદીએ કહ્યું કે, કૃષિ સુધાર કાયદાઓનો વિરોધ કરનારા કહે છે કે, યથાસ્થિતિ બનાવી રાખો. સદી બદલી ગઇ પરંતુ તેમના વિચારો નથી બદલ્યા. હવે સદી બદલી ગઇ છે તો વિચાર પણ બદલવા પડશે. ગત સદીમાં જીવવું છે તો તેમને જીવવા દો,પરંતુ દેશ આજે પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ તે સુધાર છે જેમણે કોંગ્રેસે પણ વિચાર્યો હતો પરંતુ તેમણે લાગૂ કરવામાં તેમને રાજકીય ઇચ્છાશક્તી નહોતી. તેમનામાં હિમ્મતની અછત હતી, અમારી અંદર હિમ્મત છે. તેમની માટે ચૂંટણી સામે હતી, અમારા માટે દેશના ખેડૂતો સામે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ