બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / pm kisan farmers would get the gift of holi festival pm kisan next installment will come in bank account before holi know how to check your name list
Bhushita
Last Updated: 10:12 AM, 15 March 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ખેડૂતોની મદદ વધારવા માટે અનેક નવા પગલા લીધા છે. આ કડીમાં ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાને શરૂ કરવામાં આવી છે. આ યોજનાના આધારે ખેડૂતોને દર વર્ષે 3 ભાગમાં 6000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. તેમાં સીધા જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાને ત્રણ ભાગમાં આપવામાં આવી રહ્યા છે. આશા છે કે આ વખતે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા જ ખેડૂતોના ખાતામાં 8મા હપ્તાના 2000 રૂપિયા જમા કરાવી દેશે.
ADVERTISEMENT
11.71 કરોડ ખેડૂતોને મળ્યો છે લાભ
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાથી 12 માર્ચ 2021 સુધીમાં 11.71 કરોડ ખેડૂતો તેમાં જોડાઈને લાભ લઈ રહ્યા છે. મોદી સરકાર હોળીની આસપાસ ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. કેન્દ્ર સરકાર એ ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી રહી છે જે આ ફાયદો લેવાના હકદાર નથી. આ યોજનાનું ફંડિંગ કેન્દ્ર સરકાર કરે છે. જો તમારા એકાઉન્ટમાં હજુ સુધી પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો આવ્યો નથી તો તમે ઘરે બેઠા લિસ્ટ જોઈને તમારી સ્થિતિની જાણકારી લઈ શકો છો. આ માટે સૌથી પહેલાં પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવાનું રહે છે.
આ રીતે જાણી શકો છો તમારા હપ્તાનું સ્ટેટસ
ADVERTISEMENT
વેબસાઈટ પર પહોંચ્યા બાદ જમણી બાજુએ ફોર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી બેનફિશિયરી સ્ટેટસ ઓપ્શન પસંદ કરો. એક નવું પેજ ખુલે. હવે અહીં આધાર નંબર અને મોબાઈલ નંબર નાંથો, આ પછી તમારા સ્ટેટસની જાણકારી મળી જશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના માટે તમે ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકો છો. આ માટે તમારી પાસે તમારા ખેતરની માલિકી, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ માટે તમે પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ pmkisan.nic.in પર રજિસ્ટ્રેશન કરી શકો છો.
ADVERTISEMENT
બધા ખેડૂતોને નથી મળતો આ યોજનાનો ફાયદો
પીએમ કિસાન સમ્માન નિધિના આધારે દેશભરના દરેક ખેડૂતોને ફાયદો મળતો નથી. યોજનાના આધારે ફક્ત એ જ ખેડૂતોને પીએમ કિસાનનો હપ્તો મોકલવામાં આવે છે જેમની પાસે 2 હેક્ટર એટલે કે 5 એકર કૃષિ યોગ્ય ખેતી હોય. હવે સરકારે જોતની સીમા ખતમ કરી છે. જો કોઈ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તો તેને પીએમ કિસાન સમ્માન નિધિથી બહાર રાખવામાં આવે છે. વકીલ, ડોક્ટર, સીએ પણ આ યોજનાથી બહાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.