ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજે ખેડૂતોના ખાતામાં આવશે બે-બે હજાર, આવશે PM કિસાનનો 24મો હપ્તો, આ રીતે કરજો ચેક
10 ફોટો ગેલેરી
Last Updated: 08:09 AM, 30 October 2026
1/10
ખેતીના ખર્ચમાં મદદરૂપ થતી કેન્દ્ર સરકારની PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને ફરી આર્થિક સહાય મળવાની છે. 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બનાસકાંઠાથી યોજનાનો 24મો હપ્તો જાહેર કરશે. આ વખતે દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને લાભ મળવાનો છે. સરકાર આ માટે ₹18,680 કરોડથી વધુની રકમ ફાળવશે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારો હપ્તો આવ્યો છે કે નહીં તે મોબાઇલથી ઘરે બેઠા જાણી શકો છો.
2/10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં PM કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર કરશે. તેઓ સવારે લગભગ 9:30 વાગ્યે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબ અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)ની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે લગભગ 10:30 વાગ્યે વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે બેંકની પ્રક્રિયાને કારણે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા એકસાથે દેખાય તે જરૂરી નથી.
ADVERTISEMENT
3/10
આ વખતે દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને PM કિસાન યોજનાનો લાભ મળશે. સરકાર દ્વારા ₹18,690 કરોડથી વધુની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. દરેક પાત્ર ખેડૂતને ₹2,000 મળશે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા મોકલવામાં આવશે. અત્યાર સુધી યોજનાના પ્રથમ 23 હપ્તા હેઠળ ખેડૂતોને ₹4.47 લાખ કરોડથી વધુની સહાય મળી ચૂકી છે.
4/10
ADVERTISEMENT
5/10
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ફેબ્રુઆરી 2019માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. સામાન્ય રીતે દર ચાર મહિને એક હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. ખેડૂતોને ખેતીના બીજ, ખાતર અને અન્ય જરૂરી ખર્ચમાં મદદ મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
6/10
PM કિસાન યોજનાનો લાભ એવા ખેડૂત પરિવારોને મળે છે જેમના નામે ખેતીલાયક જમીન નોંધાયેલી હોય. આ યોજનામાં ખેડૂત પરિવાર એટલે પતિ, પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. જોકે માત્ર જમીન હોવી પૂરતી નથી. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો પણ પૂરા કરવા જરૂરી છે.કેટલાક લોકોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેમાં સંસ્થાકીય જમીનધારકો, બંધારણીય હોદ્દા પર રહી ચૂકેલા લોકોના પરિવારો અને હાલના કે પૂર્વ મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર તથા જિલ્લા પંચાયતના અધ્યક્ષના પરિવારોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત કેટલાક અપવાદ સિવાય હાલના અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ પણ યોજનાનો લાભ મેળવી શકતા નથી. દર મહિને ₹10,000 કે તેથી વધુ પેન્શન મેળવતા નિવૃત્ત પેન્શનધારકોને પણ લાભ મળતો નથી. આવકવેરો ભરતા ખેડૂત પરિવારના સભ્યો તેમજ ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ જેવા રજિસ્ટર્ડ વ્યવસાયિકો પણ આ યોજનામાંથી બાકાત છે.
ADVERTISEMENT
7/10
PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે e-KYC કરાવવું ફરજિયાત છે. જો ખેડૂતની e-KYC બાકી હશે અથવા બેંક ખાતામાં આધાર લિંક નહીં હોય તો હપ્તો અટકી શકે છે. આથી ખેડૂતોએ સમયસર પોતાની વિગતો ચકાસી લેવી જોઈએ.e-KYC કરવા માટે સૌથી પહેલાં PM કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ખોલો. ત્યારબાદ Farmers Corner વિભાગમાં e-KYC વિકલ્પ પસંદ કરો. હવે તમારો આધાર નંબર દાખલ કરો. આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે. આ OTP દાખલ કરીને e-KYCની પ્રક્રિયા પૂરી કરો.જો મોબાઇલથી આ પ્રક્રિયા કરવામાં મુશ્કેલી હોય તો PM કિસાન મોબાઇલ એપમાં ચહેરાની ઓળખ એટલે કે Face Authentication દ્વારા પણ e-KYC કરી શકાય છે. આ ઉપરાંત નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને પણ e-KYC કરાવી શકાય છે.
8/10
ADVERTISEMENT
9/10
PM કિસાન યોજનાનો 24મો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં તે જાણવા માટે ખેડૂતો મોબાઇલથી સ્ટેટસ ચેક કરી શકે છે. આ માટે નીચેની પ્રક્રિયા અનુસરો.સૌથી પહેલાં https://pmkisan.gov.in વેબસાઇટ ખોલો. અહીં Farmers Corner વિભાગમાં Know Your Status વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો. હવે Get OTP પર ક્લિક કરો. તમારા મોબાઇલ પર આવેલા OTPને દાખલ કર્યા પછી હપ્તા અને પેમેન્ટની વિગતો સ્ક્રીન પર દેખાશે.જો તમને રજિસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો Know Your Registration Number વિકલ્પ પસંદ કરીને તે મેળવી શકો છો.
10/10
જો e-KYC, આધાર લિંકિંગ કે બેંક ખાતાની વિગતોમાં કોઈ સમસ્યા હોય અને તેના કારણે હપ્તો ન મળ્યો હોય તો ખેડૂતો હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે.ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર: 155261,બીજો સંપર્ક નંબર: 011-24300606.આ નંબરો પર સંપર્ક કરીને હપ્તો અટકવાનું કારણ જાણી શકાય છે. આ ઉપરાંત નજીકના CSC સેન્ટર અથવા કૃષિ વિભાગની કચેરીમાં પણ મદદ મેળવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ