ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી કામકાજ દરમ્યાન આધાર કાર્ડ લઇ જવાનું ભૂલી ગયા? તો આ રીતે કરો ડાઉનલોડ
8 ફોટો ગેલેરી
Last Updated: 09:27 AM, 30 October 2026
1/8
આજના સમયમાં, આધાર કાર્ડ એક અત્યંત જરુરી દસ્તાવેજ છે. બેંકિંગ સંબંધિત કામો હોય, સરકારી યોજનાઓનો લાભ મેળવવો હોય કે પછી ઓળખનો પુરાવો આપવો હોય આવી વિવિધ જરૂરિયાતો માટે આધાર કાર્ડ અનિવાર્ય છે. જોકે, આ કામો માટે હંમેશા તમારી પાસે આધાર કાર્ડની ફિઝિકલ કોપી હોવી જરૂરી નથી. તમે ગમે ત્યાં હોવ, તમારા મોબાઈલ ફોન પર 'ઈ-આધાર' ડાઉનલોડ કરી શકો છો. આ આધાર કાર્ડનું એક ડિજિટલ સ્વરૂપ છે, જે 'યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. આવો જાણીએ કે ઈ-આધાર શું છે અને તમે તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.
2/8
e-Aadhaarએ આધાર કાર્ડની એક ઈલેક્ટ્રોનિક નકલ છે, જે UIDAI દ્વારા ડિજિટલ હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવે છે. તેને મોબાઈલ ફોન, લેપટોપ કે કમ્પ્યુટરમાં PDF ફાઈલ તરીકે સાચવી શકાય છે. જરૂર પડે ત્યારે તેની પ્રિન્ટ પણ કાઢી શકાય છે. તમારું આધાર ડાઉનલોડ કરવા માટે, તમારે UIDAI ના અધિકૃત 'myAadhaar' પોર્ટલની મુલાકાત લેવી પડશે. તેની લિંક https://myaadhaar.uidai.gov.in/ છે.
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
ઘણા લોકોને e-Aadhaar ડાઉનલોડ કર્યા પછી એક સમસ્યાનો સામનો કરવો પડે છે, જેમાં PDF ફાઇલ પાસવર્ડ માંગે છે. આ પાસવર્ડમાં તમારા નામની શરૂઆતની ચાર અક્ષરો અને ત્યારબાદ તમારા જન્મનું વર્ષ હોય છે. તમારા નામની અક્ષરો કેપિટલ લેટર્સમાં લખવા જોઈએ અને જન્મનું વર્ષ અંકોમાં લખવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારા આધાર કાર્ડ પર નામ Rohan Sharma હોય અને તમારા જન્મનું વર્ષ 1998 હોય, તો તમારો પાસવર્ડ ROHA1998 થશે.
8/8
ઈ-આધાર ડાઉનલોડ કરવા માટે, તમારી પાસે તમારા આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. જો તમારી પાસે લિંક થયેલ મોબાઈલ નંબર ન હોય, અથવા તેના પર OTP ન મળી રહ્યો હોય, તો તમને ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. વધુમાં, તમારો OTP અન્ય કોઈની સાથે શેર કરશો નહીં. તમારા આધાર સંબંધિત માહિતી દાખલ કરતી વખતે, માત્ર ઓફિશિયલ UIDAI વેબસાઈટનો જ ઉપયોગ કરો; આમ કરવાથી તમે છેતરપિંડી કરતી ફેક વેબસાઈટો અને ફ્રોડથી બચી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ