બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Place the picture of Radha-Krishna at this place in the house, love will increase between husband and wife
દરેક ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ લાગેલ હશે, ઘરના વડીલોનું માનવું છે કે જો ઘરમાં દેવી-દેવતાઓની તસવીર લાગેલ હોય તો બધા સંકટો દૂર રહે છે. પણ શું તમે જાણો છો કે દેવી દેવતાઓની તસવીર લગાવવાની પાછળ પણ ઘણાં નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. જો કે બધા દેવી-દેવતાઓની તસવીરો કરતાં ઘરના બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે.
ADVERTISEMENT

ઘરમાં દેવી-દેવતા અને ખાસ કરીને રાધા-કૃષ્ણની તસવીર લગાવવી ઘણી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી દાંપત્ય જીવનમાં ક્યારેય કલેશ થતો નથી અને ખુશી ખુશી સાથે રહે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ બની રહે છે. પણ આ તસવીરને ગમે ત્યાં ગમે એ દિશામાં લગાવવામાં નથી આવતી.
ADVERTISEMENT
આ તસવીરને લગાવવાના કઇંક નિયમો છે. જો એ નિયમોનું પાલન કરવામાં ન આવે તો ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે કઈ દિશામાં આ રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી ફાયદો થાય છે.

ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી દાંપત્યજીવનમાં ઘણો ફાયદો થાય છે. જો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાની તસવીર ન લગાવી જોઈએ એવું કહેવમાં આવ્યું છે પણ બેડરૂમમાં તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો. આમ કરવાથી પતિપત્ની વચ્ચે તણાવ ઓછું થાય છે અને પ્રેમ બની રહે છે.
ઘરના બેડરૂમમાં ઉતર-પૂર્વ દિશામાં એમની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ બની રહે છે. આ સાથે જ ઘરમાં ઉતર દિશામાં કૃષ્ણ-અર્જુનને આદેશ આપે છે એવી તસવીર લગાવી જોઈએ. તેનાથી નોકરીમાં આવેલ દરેક સમસ્યા દૂર થાય છે.
ADVERTISEMENT
જોકે ફક્ત બેડરૂમમાં જ નહી પણ ઘરમાં પણ રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી વાસ્તુદોષમાંથી છુટકારો મળે છે. અને ઘરના મેઇન ગેટ પર રાધા-કૃષ્ણની તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.