બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Pillar of Ayodhya movement Detail Story of Advani rathyatra from Somnath to Ayodhya

અયોધ્યા આંદોલનના સ્તંભ / સોમનાથથી નીકળ્યા અને દેશમાં ઊભી કરી રામલહેર: લાલકૃષ્ણ અડવાણીની યાત્રાએ રાજકારણમાં લાવી દીધો હતો ભૂકંપ

Megha

Last Updated: 03:47 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. દેશમાં 'રામ લહેર' માટે એમને ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી હતી.

  • દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે.
  • અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી. 
  • ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી હતી. 

ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. આની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. એવામાં ચાલો આજે આપણે દેશમાં 'રામ લહેર' શરૂ કરનાર લાલકૃષ્ણ અડવાણી વિશે જાણીએ.. 

અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી
ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં જન્મેલ લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર આંદોલનના મુખ્ય નેતા હતા અને આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. હાલ દેશ અને દુનિયામાં નરેન્દ્ર મોદીની એક શક્તિશાળી વડાપ્રધાન તરીકેની છબી છે અને તેને ઘડવા પાછળ લાલકૃષ્ણ અડવાણીનો મોટો ફાળો છે. આ જ અડવાણીનો રામમંદિર આંદોલન સર્જવામાં મોટો ફાળો રહ્યો છે. 

કરાચી છોડીને 12 સપ્ટેમ્બર 1947ના રોજ ભારત આવ્યા
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ પાકિસ્તાનમાં થયો હતો અને તેઓ 14 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ તેણે કરાચી-લાહોરમાં શાખાઓ સ્થાપી. પરંતુ એક દિવસ કરાચીમાં થયેલા બ્લાસ્ટથી તેમની દુનિયા બદલાઈ ગઈ અને તેઓ કરાચી છોડીને 12 સપ્ટેમ્બર 1947ના રોજ ભારત આવ્યા. મોટાભાગની હિંદુ વસ્તીનું વલણ બદલાઈ ગયું હતું. સમયની સાથે ધીમે ધીમે મોટી સંખ્યામાં લોકોએ પાકિસ્તાન છોડી દીધું. એ સમયે અડવાણી એકલા જહાજમાં ભારત આવ્યા હતા અને બાદમાં તેમનો પરિવાર ભારત આવ્યો હતો.

અટલ બિહારી વાજપેયી સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના કરી
1975માં કટોકટીની ઘોષણા પછી વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના વિરોધમાં સમગ્ર વિપક્ષે મળીને જે પાર્ટીનું સંગઠન કર્યું હતું તેમાં વર્ષ 1951માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપવામાં આવેલ ભારતીય જનસંઘને પણ જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવી હતી. લાલકૃષ્ણ અડવાણીએ વર્ષે જ જનસંઘનું સભ્યપદ લીધું હતું. એ જ અડવાણીએ 1977ની ચૂંટણીમાં જીત મેળવનાર જનતા પાર્ટી આંતરિક ઝઘડામાં ફસાઈ ગયા પછી અટલ બિહારી વાજપેયી સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના કરી હતી. 

ભાજપે પોતાના ઘોષણાપત્રમાં રામ મંદિર નિર્માણનું લક્ષ્ય સામેલ કર્યું
ભાજપ માટે પહેલી લોકસભા ચૂંટણી 1984માં થઈ હતી. એ સમયે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. એ સમયે કોંગ્રેસ પાર્ટીએ એકતરફી જીત મેળવી અને ભાજપને માત્ર બે બેઠકો પર સફળતા મળી. પાર્ટી અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ પોતાનું પદ છોડી દીધું અને અડવાણી પાર્ટીના નવા પ્રમુખ બન્યા. અડવાણી હિંદુત્વ વિશે વધુ બોલતા હતા અને તેમની માનસિકતાની અસર પાર્ટીની નીતિઓ અને કાર્ય પર પણ દેખાતી હતી. થોડા વર્ષો પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું હતું અને અડવાણીના નેતૃત્વમાં ભાજપે પોતાના ઘોષણાપત્રમાં રામ મંદિર નિર્માણનું લક્ષ્ય પણ સામેલ કર્યું હતું.

ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રા
1990માં એવો સમય આવ્યો જ્યારે વીપી સિંહ સરકારે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પછાત વર્ગોને અનામત આપવા માટે મંડલ કમિશનના અહેવાલને લાગુ કરવાની જાહેરાત કરી. એ બાદ RSSએ 26 ઓગસ્ટ, 1990ના રોજ બેઠક બોલાવી હતી. બેઠકમાં અયોધ્યા આંદોલનને વેગ આપવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આરએસએસનું માનવું હતું કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટેનું આંદોલન હિંદુ સમાજને એક રાખશે. બીજી તરફ અડવાણીના નેતૃત્વમાં ભાજપ પણ હિંદુ એકતાના પ્રયાસોમાં સહયોગ આપવા આતુર હતું અને અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રાની જાહેરાત કરી હતી.

રથયાત્રાને સફળ બનાવવામાં નરેન્દ્ર મોદીનો મોટો ફાળો રહ્યો 
એક વાહનને રથનો આકાર આપવામાં આવ્યો અને અડવાણીની રથયાત્રા 25 સપ્ટેમ્બર, 1990ના રોજ સોમનાથથી શરૂ થઈ. આગળ વધતા પહેલા અડવાણીએ એક ભાષણ આપ્યું હતું જેના અંતમાં એમને એમ કહ્યું હતું કે 'મંદિર ત્યાં જ બનાવીશું.' સોમનાથથી યાત્રા શરૂ કરવાનો હેતુ 'અયોધ્યાને મુસ્લિમ આક્રમણોના ઐતિહાસિક ક્રમમાં બતાવવાનો હતો.' રથયાત્રાનું રસ્તામાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ મંદિરની ઘંટડીઓ અને થાળીઓ વગાડીને અને સૂત્રોચ્ચાર કરીને રથનું સ્વાગત કરતાં અને લોકો રથ પર તિલક લગાવીને તેના પૈડાંની ધૂળ કપાળ પર લગાવતા હતા. ગુજરાતમાં રથયાત્રાને સફળ બનાવવામાં નરેન્દ્ર મોદીનો મોટો ફાળો હતો. 

30 ઓક્ટોબરે દેશભરમાંથી કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા 
નિર્ધારિત કાર્યક્રમ મુજબ રથયાત્રા 30 ઓક્ટોબર 1992ના રોજ અયોધ્યા પહોંચવાની હતી પરંતુ 22 ઓક્ટોબરે બિહારના સમસ્તીપુરમાં પક્ષપલટો થયો અને રાત્રે અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે અડવાણીને નજરકેદ કરી દીધા હતા. જો કે 30 ઓક્ટોબરે દેશભરમાંથી કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના આદેશ પર પોલીસે તે કાર સેવકો પર ગોળીબાર કર્યો હતો. આ પોલીસ ફાયરિંગમાં 55 રામ ભક્તોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 

વધુ વાંચો: પૂર્વ નાયબ વડાપ્રધાન LK અડવાણીને કરાશે ભારત રત્નથી સન્માનિત, PM મોદીએ આપી જાણકારી

મસ્જિદની બાજુની જમીન પર રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાની જાહેરાત
બે વર્ષ પછી, 30 ઓક્ટોબર, 1992ના રોજ, વિશ્વ હિન્દુ પરિષદે બાબરી મસ્જિદની બાજુની જમીન પર રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી અને કાર સેવકો 6 ડિસેમ્બરે અયોધ્યામાં ભજનનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા પહોંચ્યા. મુરલી મનોહર જોશી પણ તેમની સાથે હતા. એ બાદ બપોર સુધીમાં અચાનક કેટલાક લોકો મસ્જિદના ગુંબજ પર ચઢવા લાગ્યા. અડવાણીએ માઈકને આમ ન કરવાની અપીલ કરી હતી. પરંતુ ગુંબજ પર ભીડ વધતી જ રહી. પહેલો ગુંબજ લગભગ 1.55 કલાકે ધરાશાયી થયો હતો.

CBI કોર્ટે લાલકૃષ્ણ અડવાણીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા
બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ આખા દેશમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી અને કલ્યાણ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સાથે જ અડવાણીએ લોકસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ભાજપ સરકારોને બરતરફ કરવામાં આવી હતી. આરએસએસ અને વીએચપી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાબરી ધ્વંસના નવ દિવસ પછી 16 ડિસેમ્બર 1992ના રોજ લિબરહાન કમિશનની રચના કરવામાં આવી હતી. પંચે ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો, જો કે લગભગ ત્રણ દાયકા લાંબી કાનૂની લડાઈ પછી, 30 સપ્ટેમ્બર, 2020 ના રોજ, વિશેષ CBI કોર્ટે લાલકૃષ્ણ અડવાણીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું કે આ પૂર્વ આયોજિત ન હતું અને અડવાણી લોકોના ટોળાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 

Lk Advani Birthday | VTV Gujarati

ભ્રષ્ટાચારનો આરોપ લાગતાં રાજીનામું આપી દીધું હતું
પીએમ નરસિંહ રાવના કાર્યકાળ દરમિયાન જ્યારે અડવાણીનું નામ ભ્રષ્ટાચારમાં સામે આવ્યું ત્યારે તેમણે લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી આ આરોપો ખોટા સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ ચૂંટણી નહીં લડે. બે વર્ષ પછી અડવાણી નિર્દોષ છૂટ્યા, જે બાદ પછી ચૂંટણી મેદાનમાં પરત ફર્યા અને ચૂંટણી જીતીને ફરી લોકસભામાં પહોંચ્યા હતા.  

વધુ વાંચો: Bharat Ratna: શું હોય છે આ ભારત રત્ન? જેની કંઇક આ રીતે કરાય છે પસંદગી, જાણો અત્યાર સુધીમાં કોને-કોને અપાયા?

નરેન્દ્ર મોદી સાથે અડવાણીનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો છે. ગોધરાકાંડ બાદ જ્યારે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં રમખાણો શરૂ થયા ત્યારે પૂર્વ પીએમ અટલજી ખૂબ જ નારાજ હતા. તેઓ ઈચ્છતા હતા કે મોદી રાજીનામું આપે પરંતુ અડવાણી મોદીની સાથે ઉભા રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ