બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Former Deputy Prime Minister LK Advani will be honored with the Bharat Ratna
Last Updated: 11:54 AM, 3 February 2024
ADVERTISEMENT
LK Advani Bharat Ratna : લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી PM પદ ઉમેદવાર હતા.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a… pic.twitter.com/Ya78qjJbPK
— Narendra Modi (@narendramodi) February 3, 2024
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. આની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.