બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / What is Bharat Ratna? This is how the selection is done, know who has been given so far?
Last Updated: 12:59 PM, 3 February 2024
ADVERTISEMENT
Bharat Ratna Award : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા અને અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. આ પહેલા તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અગ્રણી ગાંધીવાદી સમાજવાદી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર 'ભારત રત્ન' આપવાની જાહેરાત કરી હતી. દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' અત્યાર સુધીમાં 50 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો છે, જેમાંથી 17 લોકોને મરણોત્તર એનાયત કરવામાં આવ્યા છે.
શું છે ભારત રત્ન એવોર્ડ ?
'ભારત રત્ન' દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ 3 લોકોને જ આપવામાં આવે છે.
ADVERTISEMENT
એવોર્ડ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
માનવીય પ્રયત્નોના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા અથવા સર્વોચ્ચ સ્તરની કામગીરીની માન્યતામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે. વડાપ્રધાન 'ભારત રત્ન' માટે રાષ્ટ્રપતિને સીધી ભલામણ કરે છે. આ એવોર્ડ માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્તકર્તાને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષરિત સનદ (પ્રમાણપત્ર) અને મેડલ આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર આ સન્માનમાં કોઈ રકમ આપવામાં આવતી નથી. ભારત રત્ન કોને આપવામાં આવે છે? તેની સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ તરફથી જાહેરનામું બહાર પાડીને કરવામાં આવે છે.
Where eagles dare : here's the list of those who reached the rarified heights of exceptional service of the highest order, for the #BharatRatna , the highest civilian award that our country can give
— PIB India (@PIB_India) August 9, 2019
Graphics : courtesy KBK pic.twitter.com/WdsNLArmcB
ADVERTISEMENT
કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
'ભારત રત્ન'થી સન્માનિત વ્યક્તિને ઘણી સરકારી સુવિધાઓ મળે છે. આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. તેમજ ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ઉપરાંત સરકાર તેમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. પ્રોટોકોલમાં ભારત રત્ન વ્યક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ પ્રધાન, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન અને સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા બાદ આ પદ આપવામાં આવે છે.
ADVERTISEMENT
2024માં અત્યાર સુધી બે લોકોની ભારત રત્ન માટે કરાઇ જાહેરાત
કેન્દ્ર સરકારે અગ્રણી ગાંધીવાદી સમાજવાદી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર 'ભારત રત્ન' આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે જનનાયક કર્પુરી ઠાકુરને તેમની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ 'ભારત રત્ન'ના મરણોત્તર એવોર્ડની જાહેરાત કરી હતી. આ દરમિયાન હવે આજે ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે તેવી જાહેરાત કરાઇ છે. આની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.
ADVERTISEMENT
વાંચો વધુ: પૂર્વ નાયબ વડાપ્રધાન LK અડવાણીને કરાશે ભારત રત્નથી સન્માનિત, PM મોદીએ આપી જાણકારી
ADVERTISEMENT
| અત્યાર સુધી ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓની યાદી |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.