બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Petrol diesel price today hike delhi mumbai

વધારો / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકોઃ દિલ્હી-મુંબઇમાં અત્યાર સુધીના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો ભાવ

Published By: Divyesh

Last Updated: 09:24 AM, 9 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. જેમાં દિલ્હીમાં રેકોર્ડ 87.30 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
  • આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરાયો
  • દિલ્લી અને મુંબઇમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કરાયો છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 34થી 35 પૈસાનો વધારો કરાયો છે. દિલ્લી અને મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઉચ્ચત્તમ સ્તર પર પહોંચ્યા છે.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ 93.83એ પહોંચ્યો છે. જ્યારે દિલ્લીમાં પેટ્રોલ 87.30 અને ડીઝલ 77.48 રૂપિયાએ પહોંચ્યું છે. તો કોલકાતામાં પેટ્રોલ 88.63 અને ડીઝલ 81.06 રૂપિયાએ પહોંચ્યું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 93.83 અને ડીઝલ 84.36 અને ચેન્નાઇમાં પેટ્રોલ 82.66 અને ડીઝલનો ભાવ 89.70એ પહોંચ્યો છે.
 

ત્રણ દિવસ શાંતિ પછી મંગળવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ રેકોર્ડ સ્તર પર 87.30 રૂપિયા લીટર થઇ ગયું છે. 

બજેટમાં પણ રાહત નહીં

સરકાર પેટ્રોલ-ડીઝલ પર કોઇ રાહત આપવા તૈયાર નથી. જો કે સરકારે બજેટમાં પણ પેટ્રોલ-ડીઝલ પર એગ્રી ઇન્ફ્રા સેસ લગાવી દીધો છે. જો કે સરકારે જણાવ્યું છે કે તેઓ એકસાઇઝ ઘટાડીને આ સેસની ભરપાઇ કરી દેશે અને તેની અસર ગ્રાહકો પર નહી પડે. પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતે સતત વધતી જઇ રહી છે. 
 

કેટલાંક શહેરોમાં તો પેટ્રોલ 90 રુપિયા ઉપર પહોંચી ગયુ છે અને એવું લાગી રહ્યું છે કે જલ્દી જ 100 સુધી પહોંચી જશે. અંદાજે 29 રુપિયાની કિંમતવાળા પેટ્રોલ આટલું મોંઘુ વેંચાઇ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે અંદાજે 53 રૂપિયા જનતા ટેક્સ તરીકે આપી રહી છે. 

પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એકસાઇઝ ડયૂટી અને રાજ્ય સરકારે વેટ લગાવે છે. જ્યારે કેટલીક જગ્યાઓ પર ટ્રાન્સપોર્ટ અને લોકલ  બોડી ટેક્સના કારણે પેટ્રોલની કીંમતે વધી જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Petrol Price hike કિંમત ડીઝલ પેટ્રોલ petrol diesel price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ