બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દેશમાં મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો CNG તરફ વળ્યા. પરંતુ હવે CNG પણ સસ્તુ રહ્યું નથી. 9 મહિના પહેલા CNGનો ભાવ પ્રતિકિલો 56-57 રૂપિયા હતો. જે હાલ 82 રૂપિયા પહોંચી ચૂક્યો છે. એપ્રિલના પ્રથમ દિવસે જ 5 રૂપિયાનો વધારો અને એ બાદ ભાવ વધારો જારી છે. CNGમાં ભાવ વધારાની સૌથી વધુ અસર રીક્ષા ચાલકો અને કાર ચાલકો પર જોવા મળી છે. ભવિષ્યમાં પણ ભાવ વધારો જારી રહે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, 80 ટકા CNG વિદેશથી મંગાવવામાં આવતો હોવાથી અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર પણ જોવા મળી રહી છે. જેથી આગામી સમયમાં 5થી 10 રૂપિયાનો ભાવ વધારાની શક્યતા જોવાઇ રહી છે. નિષ્ણાંતોના મતે જેમ પેટ્રોલ-ડીઝલને આડકતરી રીતે સરકાર કંટ્રોલ કરે છે, એમ CNGને પણ કરવું જોઇએ.
ADVERTISEMENT
અગાઉ જયારે પેટ્રોલ-ડીઝલનાં ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા હતા ત્યારે લોકોનો ઝુકાવ સીએનજી તરફ વધતો જોવા મળ્યો હતો. સસ્તા ઇંધણ સીએનજી માં આકર્ષણ વધતા સીએનજી કાર ના વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જોકે સસ્તું ઈંધણ હવે સસ્તું નથી રહ્યું અને દિનપ્રતિદિન મોંઘુ બનતું જઈ રહ્યું છે. છેલ્લા ૯ મહિનામાં સીએનજીના ભાવમાં ૫૦ ટકાનો ઉછાળો આવ્યો છે.
CNGનો ભાવ ક્યારે કેટલો?
ADVERTISEMENT
| મહિનો | ભાવ |
| જુલાઇ | 55.3 |
| ઓક્ટોબર | 58.86 |
| નવેમ્બર | 64.99 |
| ડિસેમ્બર | 67.59 |
| જાન્યુઆરી | 70.09 |
| માર્ચ | 73.09 |
| એપ્રિલ | 82.59 |
ADVERTISEMENT
એપ્રિલના પહેલા જ દિવસે ૫ રૂપિયાનો વધારો અને એ બાદ પણ ભાવ વધારો જારી રહેલા આજનો સીએનજી નો ભાવ પ્રતિ કિલો ૮૨.૫૯ રૂપિયા પહોચ્યો છે. જુલાઈ ૨૦૨૧માં સીએનજીના ભાવ પ્રતિ કિલો ૫૫.૩૦ હતો જે એપ્રિલ ૨૦૨૨માં ૮૨.૫૯ થયો છે, જે માત્ર ૯ મહિનામાં જ ૫૦ ટકા નો વધારો દર્શાવે છે. જેના કારણે સૌથી વધારે કોઈ પરેશાન થયું હોય તો તે છે રીક્ષા ચાલકો.. શું છે રીક્ષા ચાલકોનું દર્દ એ સાંભળો.
સીએનજીના ભાવમાં સતત વધારો થતા સૌથી વધુ અસર રીક્ષા ચાલકો પર જોવા મળી છે. પરંતુ એક મોટો વર્ગ કાર ચાલકોનો પણ છે કે જેમણે સીએનજી અપનાવાયું હતું. છેલ્લા ૯ મહિનામાં થયેલ ભાવ વધારા પાછળ શોર્ટ સપ્લાય અને છેલ્લા ૫-૬ મહિનામાં સીએનજીના એક ક્યુબીક મીટરનો ભાવ ૨.૯૦ ડોલર હતો, જે હવે વધીને ૬.૧૦ થયો છે તેને પણ માનવામાં આવે છે. નિષ્ણાતો નું માનવું છે કે હવે સીએનજીને સસ્તું ઇંધણ નાં કહી શકાય, ૮૦ ટકા સીએનજી વિદેશથી મંગાવવામાં આવતું હોવા ઉપરાંત હવે રશિયા-યુક્રેન યુધ્ધની અસર પણ દેખાવાની શરૂઆત થતા આગામી સમયમાં વધુ ૫ થી ૧૦ રૂપિયા ભાવ વધારાની શક્યતાઓ જોવાઈ રહી છે.
નિષ્ણાતોના મતે જેમ પેટ્રોલ-ડીઝલ આડકતરી રીતે સરકાર કંટ્રોલ કરે છે એમ સીએનજીને પણ કરવું જોઈએ. કારણ કે ભારતમાં સીએનજી ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓ મોનોપોલી ધરાવતી હોવાથી વધારો વારંવાર વધારો થતો રહે છે અને અસરએ જોવા મળી છે કે માત્ર છેલ્લા ૯ મહિનામાં જ સીએનજીના ભાવ ૫૦ ટકા જેટલા વધી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.