ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પના ખાસ સાથીએ એલન મસ્ક અને ભારત સામે ઝેર ઓક્યું, Xએ કરી દીધી બોલતી બંધ

આંતરયુદ્ધ / ટ્રમ્પના ખાસ સાથીએ એલન મસ્ક અને ભારત સામે ઝેર ઓક્યું, Xએ કરી દીધી બોલતી બંધ

Published By: Krutarth Joshi

Last Updated: 11:45 AM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

peter navarro : ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદીને નફો કમાવવાનો અને અમેરિકન નોકરીઓને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. એલોન મસ્કના એક્સે વારંવાર તેમની પોસ્ટનું ફેક્ટ ચેક કરતા અમેરિકાના "બેવડા ધોરણ"નો પર્દાફાશ થયો હતો. જેથી નવારો લાલઘુમ થઇ ગયા હતા.

ADVERTISEMENT

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી અને વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ ફરીથી નવેસરથી ભારત પર આકરા પ્રહારો કરવાની સાથે સાથે પોતાના જ સાથી એલોન મસ્ક અને તેમની કંપની X પર આકરા પ્રહારો કર્યા છે. આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેમની પોસ્ટમાં એક ફેકટચેક કર્યું હતું. નાવારોએ તેમની પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે, ભારત ફક્ત રશિયા પાસેથી તેલ ખરીદીને નફો કમાઈ રહ્યું છે અને રશિયાનું "યુદ્ધ મશીન" આ આવકથી ચાલી રહ્યું છે.

અમેરિકનોનો હક ખાઇ રહ્યું છે ભારત

ટ્રમ્પના વેપાર સલાહકાર નાવારોએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, "હકીકત: ભારતના સૌથી વધુ ટેરિફ અમેરિકન નોકરીઓ મારી રહ્યા છે. ભારત ફક્ત નફા/આવક માટે રશિયન તેલ ખરીદે છે જે રશિયન યુદ્ધ મશીનને બળ પુરૂ પાડે છે. યુક્રેનિયનના નાગરિકોને/રશિયનો મારી રહ્યા છે. અમેરિકન કરદાતાઓએ વધુ ચૂકવણી કરવી પડશે. ભારત સત્ય/અસત્યને સહન કરી શકતું નથી."

X એ ટ્વીટ પર ફેક્ટ ચેક કર્યું

થોડા કલાકો પછી, એલોન મસ્કના પ્લેટફોર્મ X એ તેમની પોસ્ટમાં એક કોમ્યુનિટી નોટ ઉમેરી, જેમાં કહેવામાં આવ્યું કે, ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ફક્ત નફા માટે નહીં પણ "ઊર્જા સુરક્ષા" માટે છે. નોંધમાં એમ ઉમેર્યું કે, આ કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ અને અન્ય ખનિજોની આયાત કરે છે, જે તેની નીતિને "દંભી" એટલે કે બેવડી બનાવે છે.

મસ્ક પર નવારો લાલચોળ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ની ફેક્ટ-ચેક પછી, ટ્રમ્પના નજીકના નાવારો લાલચોળ થઇ ગયા. એલોન મસ્ક પર હુમલો કરતા લખ્યું, "વાહ! એલોન મસ્ક લોકોની પોસ્ટમાં પ્રોપેગંડા ફેલાવી રહ્યા છે. નીચે આપેલી સસ્તી નોટ પણ પ્રોપેગંડાનો જ એક ભાગ છે. ભારત ફક્ત નફો કરવા માટે રશિયા પાસેથી તેલ ખરીદે છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલાં તેણે કોઈ તેલ ખરીદ્યું ન હતું. ભારત સરકારનું સ્પિન મશીન ખૂબ જ ઝડપે ચાલી રહ્યું છે. યુક્રેનિયનોને મારવાનું બંધ કરો. અમેરિકનોની નોકરીઓ છીનવી લેવાનું બંધ કરો."

આ પણ વાંચો : US પ્રેસિડન્ટ ટ્રમ્પનું મોટું એલાન, આ દેશોને ટેરિફમાંથી આપી છૂટ, ઓર્ડર પર સહી કરી

X દ્વારા ફરી ફેક્ટ ચેક કરવામાં આવ્યું

જોકે, X એ તેમની આ પોસ્ટના ફેક્ટ ચેકમાં લખ્યું કે, હકીકત પણ ચકાસી અને સ્પષ્ટપણે લખ્યું કે ભારતનો ઉર્જા વેપાર તેનો "સાર્વભૌમ નિર્ણય" છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતું નથી. પ્લેટફોર્મ ફરીથી અમેરિકાના "બેવડા ધોરણ" ને ચિન્હીત કરે છે.

નવારો સતત ભારત પર આક્રામક

પીટર નવારોના આ નિવેદનો એવા સમયે આવ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વહીવટીતંત્રે 27 ઓગસ્ટથી ભારતીય આયાત પર વધારાની 25% ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. જેના કારણે કુલ ટેરિફ 50% સુધી વધી ગયો છે. આ નિર્ણય ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી સાથે જોડાયેલો હતો. નવારોએ અગાઉ ભારત પર "ટેરિફના મહારાજા" અને "ક્રેમલિન માટે લોન્ડ્રી" ગણાવીને હુમલો કર્યો હતો. તેમણે યુક્રેન યુદ્ધને "મોદીનું યુદ્ધ" પણ ગણાવ્યું હતું.

નવારોએ અગાઉ પણ ઓક્યું હતું ઝેર

નવારોના એક વિવાદાસ્પદ નિવેદનમાં આપતા અગાઉ જણાવ્યું હતું કે, "બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે નફો કમાઈ રહ્યા છે." ભારત સરકારે આ નિવેદનોને ફગાવી દીધું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું, "અમે તેમના કેટલાક ખોટા નિવેદનો જોયા છે. અમે તેમને નકારીએ છીએ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Peter Navarro furious at Elon Musk Peter Navarro and elon musk america exposed in Fact Check

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ