બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / People are still annoyed by Corona's caller tune, asking Google this question

મોસ્ટ ટ્રેન્ડિંગ / કોરોના કોલર ટ્યુનથી હજુ પરેશાન છે લોકો, ગૂગલને પૂછી રહ્યા છે આ સવાલ

Nirav

Last Updated: 10:40 PM, 10 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના ચેપ ફેલાયા પછી માર્ચમાં લોકડાઉન શરૂ થયું હતું. લોકડાઉન સાથે, સરકારે લોકોને કોરોના વિશે જાગૃત કરવા માટે અનેક અભિયાનો શરૂ કર્યા. કોરોના જાગરૂકતા માટે સંખ્યાબંધ ટીવી કમર્શિયલ પણ પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તેમાંથી સૌથી વધુ ચર્ચા કોલર ટ્યુનની છે. કોરોનાની કોલરટ્યુન શરૂ થઈ ત્યારથી, લોકો તેને બંધ કરવાની રીતો શોધી રહ્યા છે.

  • કોરોનાની કોલર ટ્યુનથી કંટાળ્યા છે લોકો 
  • 6 મહિનાથી વધુ સમયથી પરેશાન છે લોકો 
  • ગૂગલને પૂછી રહ્યા છે તેને બંધ કરવાની રીત 

શરૂઆતમાં, ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર દાવો થયો હતો કે 1 દબાવવાથી કોલર ટ્યુન બંધ થઈ જશે, પરંતુ આવું થયું નથી. હવે લગભગ છ મહિના પૂર્ણ થવાને આરે છે અને લોકો હજી પણ ગૂગલને પૂછે છે કે કોરોના કોલર ટ્યુનને બંધ કેવી રીતે કરવું? 

ઓગસ્ટ મહિનાના ગૂગલ સર્ચ ટ્રેન્ડમાં સામે આવી છે માહિતી 

ઓગસ્ટ મહિનાના ગુગલ સર્ચ ટેન્ડથી આ તથ્ય બહાર આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ગૂગલે ઓગસ્ટ 2020 માં પૂછેલા ટોચના 5 પ્રશ્નોમાં કોલર ટ્યુનને દૂર કરવાનો ઉપાય જાણવાના પ્રશ્નનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે જિઓ નેટવર્ક પર મોટાભાગની શોધ કોરોના કોલર ટ્યુનને બંધ કરવા વિશેની જ કરવામાં આવી છે.

અન્ય ટ્રેન્ડ્સમાં આ કી વર્ડ્સ રહ્યા છે ટોપ પર 

અન્ય ટ્રેન્ડ્સ વિશે વાત કરીએ તો, ગૂગલના ઓગસ્ટ મહિનાના સર્ચ ટ્રેન્ડ મુજબ, ભારતમાં લોકોએ આ મહિને Pakistan vs England ને સૌથી વધુ સર્ચ કર્યું છે. ગુગલ સર્ચ ટ્રેન્ડ્સ અનુસાર, Pakistan vs England ના કીવર્ડની સર્ચમાં ઓગસ્ટમાં +5000 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ, Pranab Mukherjee ના નામનો કી વર્ડ બીજા ક્રમે રહયો છે, જેની સર્ચમાં +4,000 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઓગસ્ટમાં કોરોના વાયરસ સંબંધિત સર્ચમાં ગૃહ પ્રધાન અમિત શાહને લગતી સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. Amit Shah coronavirus કીવર્ડ સર્ચ આ સમયગાળા દરમિયાન +4,100 ટકા રહ્યો છે. જ્યારે કે અમિત શાહ સિવાય આ કેટેગરીમાં Vaccine for corona latest ની સર્ચમાં+150% ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કોરોના વાયરસની રસીની શોધમાં + 90ટકાનો વધારો થયો છે. રસીને લઈને સૌથી વધુ Sputnik અને Sputnik vaccine કી વર્ડ સર્ચ થયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amit Shah coronavirus Google Google Search Google trends In Trends Pakistan vs England Pranab Mukherjee Sputnik vaccine Vaccine for corona latest keywords most trending sputnik કોલર ટ્યુન Most trending
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ