બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / peak power demand electricity demand in india broke all records

પાવર ડિમાન્ડ / ભારતમાં વીજળીની માંગે તોડ્યા તમામ રેકૉર્ડ, ઈતિહાસમાં પહેલીવાર 'ઑલ ટાઈમ હાઈ' પર પહોંચી ડિમાન્ડ

Dhruv

Last Updated: 11:25 AM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઈતિહાસમાં પહેલી વાર પીક પાવર ડિમાન્ડ 207111 મેગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

  • દેશમાં વીજળીની માંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા
  • શુક્રવારે ઉર્જાની માંગ 207111 મેગાવોટના સ્તરે પહોંચી
  • ઘણા પાવર પ્લાન્ટમાં માત્ર એક દિવસનો જ કોલસો બચ્યો

છેલ્લાં કેટલાંક દિવસથી દેશના કેટલાંક રાજ્યોમાં વીજની માંગમાં વધારો થયો છે. દેશના 12થી વધુ રાજ્યોમાં વીજળીની કટોકટી અને તીવ્ર ગરમીના પ્રકોપ વચ્ચે દેશમાં વીજળીની માંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખુદ ઉર્જા મંત્રાલયે સ્વીકાર્યું છે કે, ભારતમાં પીક પાવર ડિમાન્ડ ઓલ ટાઈમ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે ઉર્જાની માંગ 207111 મેગાવોટના સ્તરે પહોંચી હતી. એક ટ્વિટમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે 2.50 વાગ્યે સર્વકાલિન ઉચ્ચ માંગ 207111 મેગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હી, ઉત્તર ભારત સહિત દેશના મોટા વિસ્તારોમાં જીવલેણ હિટવેવના કહેર વચ્ચે વીજળીની આ રેકોર્ડ માંગ સામે આવી છે.

દિલ્હી, યુપી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વધ્યો વીજ વપરાશ

એવું માનવામાં આવી રહ્યું છે કે, એપ્રિલમાં જ 11 દિવસથી પણ વધુ સમયથી લૂ લાગવાની સ્થિતિ વચ્ચે દિલ્હી, યુપી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીનો વપરાશ વધ્યો છે. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે આયાતી કોલસાના ભાવમાં ભારે વધારાથી સંકટ વધારે વધ્યું છે. મોટા ભાગના પાવર પ્લાન્ટ્સને સંપૂર્ણ ક્ષમતા પર ઉત્પાદન કરવા માટે કોલસો નથી મળી રહ્યો. થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોકની અછતના અહેવાલો વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, પાવર પ્લાન્ટ્સમાં 22 મિલિયન ટન કોલસો છે, જે 10 દિવસ માટે પૂર્યાપ્ત છે. સતત પુરવઠામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.

કોલસાના પુરવઠામાં વધારો કરવા રેલ્વેએ 657 ટ્રેનની ટ્રિપ રદ કરી

દેશમાં ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પાવર કટ વધી રહ્યો છે. દિલ્હી સરકારે કેન્દ્રને પત્ર લખીને જણાવ્યું કે, વીજળીની અછતના કારણે મેટ્રો અને હોસ્પિટલોમાં વીજળીની અછત સર્જાઈ શકે છે. કોલસાના પુરવઠામાં વધારો કરવા રેલ્વેએ 657 ટ્રેનની ટ્રિપ રદ કરી છે, જેથી પાવર પ્લાન્ટ સુધી કોલ રેક્સ વધારે અને ઝડપથી પહોંચાડી શકાય. લગભગ 509 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 148 MEMU ટ્રેન સેવાઓ પણ રદ કરવામાં આવી છે.

ઘણા પાવર પ્લાન્ટમાં માત્ર એક દિવસનો જ કોલસો બચ્યો

દિલ્હીના ઉર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને શુક્રવારે કહ્યું હતું કે, દેશભરમાં કોલસાને લઇને ગંભીર સંકટ સર્જાયું છે અને ઘણા પાવર પ્લાન્ટ્સમાં માત્ર એક દિવસનો જ કોલસો બચ્યો છે. ચાલી રહેલા કોલસા સંકટ અંગે સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, (પાવર) એ બેકઅપ નથી. કોલસાનો બેકઅપ 21 દિવસથી વધુ સમય માટે હોવો જોઈએ, પરંતુ ઘણા પાવર પ્લાન્ટ્સમાં સ્ટોક એક દિવસ કરતાં પણ ઓછા સમય માટેનો બાકી રહ્યો છે. ઉર્જા મંત્રી જૈને કહ્યું કે, "જો વીજળીનું ઉત્પાદન થતું રહે અને આપણને મળતું રહે તો કોઈ સમસ્યા નથી. પરંતુ જો પાવર પ્લાન્ટ બંધ થઈ જશે તો દિલ્હીમાં મોટી સમસ્યા સર્જાશે. દેશમાં કોલસાની અછત છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ