બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / paytm navratri gold offer book gas cylinder via paytm wallet and get 10k of gold check
Noor
Last Updated: 08:58 AM, 8 October 2021
ADVERTISEMENT
Paytmએ LPG સિલિન્ડર બુકિંગ માટે નવરાત્રિ ગોલ્ડ ઓફર લોન્ચ કરી છે. 7થી 16 ઓક્ટોબર વચ્ચે દરરોજ 5 ગ્રાહકોને Paytm એપ પરથી સિલિન્ડર બુક કરવા માટે 10,001 રૂપિયાનું સોનું જીતવાની તક મળશે. તમને જણાવી દઈએ કે આ ઓફર હાલના સિલિન્ડરોના બુકિંગ પર પણ લાગુ થશે, જેના માટે કિંમત ચૂકવવામાં આવી નથી.
હાલમાં જ કંપનીએ ગ્રાહકોના સિલિન્ડર બુકિંગનો અનુભવ શાનદાર બનાવ્યો છે. કંપનીએ નવી સુવિધાઓ ઉમેરી છે, જે યુઝર્સને તેમના ગેસ સિલિન્ડરની ડિલિવરીને ટ્રેક કરવાની તક આપશે. આ સિવાય, ગ્રાહકોને Paytmથી ગેસ સિલિન્ડર રિફિલિંગ માટે ઓટોમેટેડ ઈન્ટેલિજન્ટ રિમાઈન્ડર પણ મળે છે.
ADVERTISEMENT
દરેક બુકિંગ પર 1000 કેશબેક પોઇન્ટ
ગ્રાહકો Paytm એપ પર બુક ગેસ સિલિન્ડર સુવિધાનો ઉપયોગ કરીને બુકિંગ કરી શકે છે. આ સિવાય દરેક યુઝર્સને દરેક બુકિંગ પર 1000 કેશબેક પોઈન્ટ આપવામાં આવશે, જે ટોપ બ્રાન્ડ્સના આકર્ષક ડીલ અને ગિફ્ટ વાઉચરમાં રિડીમ કરી શકાય છે. આ નવરાત્રિ ગોલ્ડ ઓફર ત્રણેય મુખ્ય એલપીજી કંપનીઓ ઈન્ડેન, એચપી ગેસ અને ભારત ગેસના સિલિન્ડર બુકિંગ પર લાગુ થશે.
આ રીતે કરો બુકિંગ
Paytmમાંથી ગેસ સિલિન્ડર બુક કરવા માટે યુઝર્સે બુક ગેસ સિલિન્ડર ટેબ પર જવું પડશે. તેઓએ તેમનો ગેસ પ્રદાતા પણ પસંદ કરવો પડશે. આ પછી તેમણે મોબાઇલ નંબર, એલપીજી આઈડી અને ગ્રાહક નંબર દાખલ કરવો પડશે. ગ્રાહકો પેટીએમ વોલેટ, પેટીએમ યુપીઆઈ, કાર્ડ્સ, નેટબેન્કિંગ અથવા પેટીએમ પોસ્ટપેડ સહિત ગેસ સિલિન્ડર બુક કરવા માટે તેમની પસંદગીની પેમેન્ટ પદ્ધતિ પસંદ કરી શકે છે. આ સાથે, ગ્રાહકોને હવે તેમના ગેસ સિલિન્ડર બુક કરવાનો અને આગામી મહિને ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવશે. યુઝર્સના રજિસ્ટર્ડ સરનામે નજીકની ગેસ એજન્સી દ્વારા સિલિન્ડર આપવામાં આવશે.
જાણો કંપનીએ શું કહ્યું?
પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું કે અમે આ તહેવારોની સીઝન અમારા યુઝર્સ સાથે ઉજવવા માંગીએ છીએ. આ માટે અમે તેમને એલપીજી સિલિન્ડર બુકિંગ પર કેશબેક અને રિવોર્ડ્સ આપી રહ્યાં છીએ, જે અમારા પ્લેટફોર્મ પર સૌથી વધુ લોકપ્રિય ખર્ચમાંથી એક છે. દરરોજ 5 લકી યુઝર્સને Paytm પર 10,001 રૂપિયાનું સોનું જીતવાની તક મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.