બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાન કાર્ડ બંધ થઈ જશે અથવા લાગશે 1000નો દંડ, કરી લેજો આ કામ, લાગશે ફક્ત 5 મિનિટ

કામની વાત / પાન કાર્ડ બંધ થઈ જશે અથવા લાગશે 1000નો દંડ, કરી લેજો આ કામ, લાગશે ફક્ત 5 મિનિટ

Nirav Kumar

Last Updated: 05:56 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નજીક આવી રહી છે. જો તમે આ કામ નહીં કરાવો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જો આ કામ નિર્ધારિત સમય સુધીમાં પૂરૂ નહીં કરો તો તમને 1000 રૂપિયાનો દંડ થશે અને તમારું PAN કાર્ડ ઈનએક્ટિવ પણ થઈ શકે છે. જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે.

PAN કાર્ડ અનેક કામમાં જરૂર પડે છે. જેમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા, બેંક એકાઉન્ટ ખોલવા, રોકાણ કરવા, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને બીજા સરકારી કાર્યો માટે આ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જો PAN કાર્ડ ઈનએક્ટિવ થઈ જાય છે તો અનેક જરૂરી કાર્યોમાં અવરોધ આવી શકે છે. આથી PANને આધાર સાથે લિંક કરવું જરૂરી છે.

  • ઘરે બેઠા પણ કરી શકાય આ કામ
    PAN-Aadhaar ને લિંક કરવું આસાન કામ છે. તમે ઘરે બેઠા તમારા મોબાઇલ કે લેપટોપનો ઉપયોગ કરીને ઓનલાઈન આ કામ કરી શકો છો. જેથી અમે તમને જણાવીશું કે PAN-Aadhaar લિંક કરવું કેમ માટે જરૂરી છે,  લિંક ન કરવાના પરિણામો અને તેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ પણ.

જો તમારૂ PAN લિમિટેડ સમયમાં આધાર કાર્ડ સાથે લિંક ન થાય તો તમને 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ દંડ ઓનલાઈન ચૂકવવો પડશે ત્યાર બાદ PAN-આધાર લિંકિંગ પ્રોસેસ પુરી થશે. જો દંડ ચૂકવ્યા બાદ પણ લિંકિંગ પૂર્ણ ન કરવામાં આવે તો PAN કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે.

vtv app promotion
  • લિંક કરવાની પ્રોસેસ
    એના માટે ઇન્કમ ટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. પછી '‘Link Aadhaar' ઓપ્શન પર  ક્લિક કરો. બાદમાં તમારો PAN નંબર અને આધાર નંબર દાખલ કરો. એમાં જો નામ અને જન્મ તારીખની ડિટેલ મેળ ખાય તો OTP આવશે. આ OTP દાખલ કરીને લિંકિંગને કંફર્મ કરો. એમાં જો તમને દંડ દેખાય તો ઓનલાઈન પેમેન્ટ કરો. આ પેમેન્ટ બાદ PAN-આધાર લિંકની પ્રોસેસ પૂર્ણ થશે.

વધુ વાંચો : શું તમારો પણ PF કપાય છે? તો મળી શકે છે મોટી ખુશખબરી, જાણો શું

  • સ્ટેટ્સ આ રીતે કરો ચેક
    આ સિવાય તમે તમે ઇન્કમ ટેક્સ પોર્ટલમાં લોગ ઇન કરીને પણ તમારા PAN અને આધારને લિંક કરી શકો છો. અમુક કેસમાં SMS સુવિધા પણ ઉપલબ્ધ છે જ્યાં લિંકિંગ નક્કી કરેલા ફોર્મેટમાં મેસેજ મોકલીને કરી શકાય છે. તમારૂ PAN કાર્ડ પહેલેથી જ લિંક થયેલ છે કે નહીં તે ચેક કરવા માટે ઇન્કમ ટેક્સ વેબસાઇટની મુલાકાત લો ત્યાં 'Link Aadhaar Status' પર ક્લિક કરો પછી તમારા PAN અને આધાર નંબર દાખલ કરો જેથી તેની ડીટેલ સ્ક્રીન પર દેખાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Linking Aadhaar PAN Card
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ