બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Paldi village is equipped with modern facilities like CCTV, modern toilets, baths...
Mahadev Dave
Last Updated: 01:00 PM, 15 November 2023
ADVERTISEMENT
અસલી ભારત દેશના ગામડાઓમાં વસે છે. ત્યારે ગામડાઓમાં શાંતિ, સલામતિ અને સુખાકારી માટે ભારતમાં ગ્રામ્ય કક્ષાએ અનેક કાર્યક્રમો, યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જો કે મોટાભાગના સ્થાનિક સ્વરાજ્યના નેતાઓ યોજનાઓનો લાભ લેતા નથી. પણ બનાસકાંઠાના પાલડી ગામે બિલકુલ ઉલટી સ્થિતી જોવા મળે છે. પાલડી ગામે છેલ્લા 10 વર્ષથી સતત કાર્યશીલ રહેલા સરપંચે ગામમાં શહેરોને ટક્કર મારે તેવી શિક્ષણ, આરોગ્ય અને રોડ-રસ્તા સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી છે. એટલું જ નહીં, ડિજીટલ કનેક્વિટિવિટી ક્ષેત્રે પણ આ ગામમાં કોઇ મહાનગરને ટક્કર મારે તેવી વ્યવસ્થ
ADVERTISEMENT
ડીસા તાલુકાના પાલડી ગામ એ 2200 મતદાર ધરાવતું ગામ છે. છેલ્લા 10 વર્ષથી આ ગામમાં બાબુભાઈ ચૌહાણ સરપંચ પદ તરીકે સેવા કરી રહ્યા છે. બાબુભાઇએ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે ફાળવાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો સદઉપયોગ કર્યો અને સરપંચ સૌ પ્રથમ ગામમાં સારા રસ્તાઓ પાણીની સુવિધા સહિત આરોગ્યની સુવિધા અને સારું શિક્ષણ મળી રહે તે માટે શાળાનું નિર્માણ સહિતના વિકાસકાર્યો શરૂ કર્યા છે.
ગામના લોકો માટે ફુવારાની સુવિધા સાથે સ્નાનાગર
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું પાલડી એક એવું ગામ છે કે જ્યાં લોકો ડિજિટલ જીવન જીવી રહ્યા છે કારણ કે આ ગામમાં પ્રવેશ દ્વારથી લઈ સમગ્ર ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પાલડી ગામમાં છેલ્લા દસ વર્ષમાં ગામની સુખાકારી માટે સરપંચ દ્વારા રોડ શિક્ષણ આરોગ્ય અને પાણીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે જેના કારણે આ ગામના લોકો અન્ય ગામ કરતા અલગ જીવન પસાર કરી રહ્યા છે.
10 વર્ષથી ગામમાં એક પણ ગુનો ન નોંધાયો
બનાસકાંઠા જિલ્લોએ આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે કારણ કે વર્ષોથી બનાસકાંઠા જિલ્લો એ માત્ર પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે જેના કારણે આજે પણ મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત છે કારણ કે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. જેથી આજે જે પ્રમાણે શહેરી વિસ્તાર ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો આજે પણ ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે પાછળ રહી ગયા છે.
વર્ષો પહેલા આ ગામમાં કોઈપણ પ્રકારની સુવિધા ન હતી જેના કારણે આ ગામમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ લોકો વર્ષોથી ભોગવી રહ્યા હતા. પરંતુ છેલ્લા દસ વર્ષથી આ ગામમાં બાબુભાઈ ચૌહાણ સરપંચ પદ તરીકે આવ્યા ત્યારથી આ ગામનો નકશો જ બદલાઈ ગયો. બાબુભાઈ ચૌહાણ દ્વારા સૌ પ્રથમ ગામમાં મોટો પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો. જે બાદ ગામના લોકો સારી રીતે અવર-જવર કરી શકે તે માટે ગામમાં સારા રસ્તાઓ પાણીની સુવિધા આરોગ્યની સુવિધા અને સારું શિક્ષણ બાળકો મેળવી શકે તે માટે શાળા પણ બનાવવામાં આવી એ સિવાય પણ પાલડી ગામમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં સ્વચ્છતા જોવા મળે છે કારણ કે રોજેરોજ આખા ગામની સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવે છે.
સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા
જેના કારણે અહીંના લોકો પણ આ સફાઈના કારણે આખું ગામ એક રનિયામણું ગામ બને છે પાલડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખા ગામમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે જે તમામ કેમેરાનું ઓપરેટિંગ પંચાયતમાં કરવામાં આવે છે. જેના કારણે છેલ્લા 10 વર્ષમાં આ ગામમાં એક પણ ગુનાહિત ઘટના બની નથી જે એક મોટી ઘટના કહી શકાય બીજી તરફ આ ગામ માં ચારે બાજુ બાગ બગીચા પણ બનાવવામાં આવ્યા છે. પાલડી ગામના લોકો પણ સારી રીતે ફુવારાથી સ્નાન કરી શકે તે માટે પંચાયત દ્વારા ગામમાં જ અલગ રીતે સ્નાન કરવા માટે બનાવવામાં આવ્યું છે.વધુમાં ગામની શાળા જાણીતી બની છે કારણ કે અહીં બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે શાળાની દીવાલો પર તમામ લખાણો લખવામાં આવ્યા છે.
અનેક બેંકો પણ ચાલુ કરવામાં આવી
સૌથી મોટી બાબત એ છે કે આ ગામના બાળકો વેકેશનના સમયગાળા દરમિયાન તેમજ રાત્રિના સમયે હરી ફરી શકે તે માટે ગામમાં જ એક મોટો બગીચો બનાવવામાં આવ્યો છે જે બગીચામાં વૃદ્ધ લોકો આરામ કરવા માટે જાય છે તો બીજી તરફ નાના બાળકો ગામમાં જ બગીચામાં રમી શકે તે માટે હીંચકા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ ડીસા તાલુકાનું પાલડી ગામે અલગ દિશામાં જોવા મળી રહ્યું છે. ગામની વચોવચ અનેક બેંકો પણ ચાલુ કરવામાં આવી છે જેના કારણે આ ગામના લોકોનો તમામ રોજેરોજનો પૈસાનો વ્યવહાર ગામમાં જ થઈ શકે. એટીએમ પણ ઉભુ કરાયું છે.
આ ગામ રળિયામણું ગામ તરીકે સામે આવી રહી છે પરંતુ આ ગામમાં હાલ લોકો એક નવી શાળાની માંગ કરી રહ્યા છે કારણ કે પાલડી ગામમાં અત્યારે માત્ર આઠ ધોરણ સુધીની જ શાળા ઉપલબ્ધ છે જેના કારણે વધુ અભ્યાસ માટે એના વિદ્યાર્થીઓને શહેરી વિસ્તારમાં જવું પડે છે જેના કારણે આ ગામની મોટાભાગની દીકરીઓ હાલ શિક્ષણ ન મળવાના કારણે શાળાનો અભ્યાસ છોડી મૂક્યો છે. સરકાર આ ગામમાં ધોરણ નવ થી 12 ની શાળા શરૂ કરે તેવી આ ગામની વિદ્યાર્થીનીઓ અને વાલીઓની માંગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.