બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Pakistan's new government wants to start trade with India, gave these indications

નિવેદન / મોદી સરકાર સામે પાકિસ્તાન નમ્યું! વ્યાપાર શરૂ કરવા તલપાપડ, પાક વિદેશમંત્રીના નિવેદને દુનિયામાં જગાવી ચર્ચા

Megha

Last Updated: 02:56 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ અને કાશ્મીરની કલમ 370 નાબૂદ કરી, ત્યારથી પાકિસ્તાને ભારત સાથેનો વેપાર બંધ કરી દીધો હતો. પરંતુ હવે પાકિસ્તાનની નવી સરકાર ફરી વેપાર શરૂ કરવા પર વિચાર કરી રહી છે.

ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં મોટો વિકાસ જોવા મળ્યો છે. પાકિસ્તાનની નવી સરકાર ભારત સાથે વેપાર શરૂ કરવા પર વિચાર કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે ભારત સાથે વેપાર શરૂ કરવાની તેમની સરકારની ઈચ્છા વ્યક્ત કરી છે.

એ વાત તો જાણીતી જ છે કે વર્ષ 2019માં ભારતે જ્યારે જમ્મુ અને કાશ્મીરની કલમ 370 નાબૂદ કરી, ત્યારથી પાકિસ્તાને ભારત સાથેનો વેપાર બંધ કરી દીધો હતો. પરંતુ તેના કારણે પાકિસ્તાની ઉદ્યોગપતિઓને સૌથી વધુ નુકસાન થયું છે અને પાકિસ્તાની ઉદ્યોગપતિઓ મોટા બજારનો લાભ લઈ શકતા નથી.

પરંતુ હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સંકેત આપ્યા છે કે ભારત સાથે વેપાર ફરી શરૂ થઈ શકે છે. વિદેશ મંત્રી ઈશાક ડારનું કહેવું છે કે પાકિસ્તાન ભારત સાથે વેપાર કરવા ઉત્સુક છે. તેમનું નિવેદન પડોશી દેશ ભારત પ્રત્યે રાજદ્વારી નીતિ અને વલણમાં મોટા ફેરફારનો સંકેત આપે છે.

રિપોર્ટ અનુસાર ડારે આ નિવેદન તેમની યુકે-યુરોપ મુલાકાતના અંતે આપ્યું હતું. ડારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ વડાપ્રધાન શહેબાઝ શરીફે X પરના અભિનંદન સંદેશ માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

વધુ વાંચો: ભસ્મ આરતી વખતે ગુલાલ ઉડ્યો અને...મહાકાલ મંદિરમાં આવી રીતે ભડકી આગ, આવ્યો વીડિયો

ડારે વધુમાં કહ્યું, 'તે ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારના ખોટા નિર્ણયો હતા, જેણે પાકિસ્તાનને આર્થિક પતનની અણી પર ધકેલી દીધું હતું. વડાપ્રધાન શહબાઝ શરીફની સરકારે છેલ્લા 16 મહિનાથી દેશને આર્થિક મંદીમાંથી બચાવવા માટે મુશ્કેલ નિર્ણયો લીધા છે. અમારી સરકાર પાકિસ્તાનને આર્થિક પ્રગતિના માર્ગ પર લાવવા અને સામાન્ય માણસની આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે પાંચ વર્ષ સુધી કામ કરશે. રોડમેપનો અમલ કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan India Pakistan Relations India-Pakistan Economic Relations Pakistan India Trade વિદેશ મંત્રી ઈશાક ડાર India Pakistan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ