બ્રેકિંગ ન્યુઝ
ઉજ્જૈનમાં મહાકાળી મંદિરમાં થયેલી દુર્ઘટનાથી હડકંપ મચી ગયો છે. અહીં ગર્ભગૃહમાં ભસ્ત આરતી વખતે હોળી રમતી વખતે અચાનક આગ લાગી જેમાં 13 પુજારીઓ દાઝી ગયા હોવાની જાણકારી સામે આવી છે. આગ લાગતા જ મંદિરમાં અફરાતરફરી મચી ગઈ જેના બાદ તરત એમ્બ્યુલંસ બોલાવીને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
#Watch: उज्जैन के महाकाल मंंदिर में बड़ा हादसा हो गया है। यहां गर्भगृह में भस्म आरती के दौरान होली खेलते वक्त अचानक आग लग गई जिसमें 13 पुजारियों के झुलसने की खबर है। आग लगने के बाद मंदिर में अफरा तफरी मच गई और घायलों को तुरंत अस्पताल में भर्ती कराया गया। #Ujjain… pic.twitter.com/aQCipmYRWj
— Hindustan (@Live_Hindustan) March 25, 2024
ADVERTISEMENT
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આરતી વખતે અચાનક આગ લાગી તે સ્પષ્ટ પણે જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગર્ભગૃહમાં ભસ્મ આરતી વખતે હોળી રમવામાં આવી રહી છે. અચાનક ગુલાલ ઉડે છે અને આગ ભડકે છે. જણાવવામાં આવી રહ્યું છે આ ઘટના બાદ અફરા તફરી મચી ગઈ અને તરત જગ્યાને ખાલી કરાવવામાં આવી.
કેમ લાગી આગ?
જણાવવામાં આવી રહ્યું છે કે આરતી વખતે ગુલાલ ઉડવાથી આગ ભડકી છે. ઘટનામાં મંદિરમાં હજારો શ્રદ્ધાળુ મહાકાળની સાથે હોળી ઉજવી રહ્યા હતા. મળી રહેલી જાણકારી અનુસાર ગર્ભગૃહમાં પુજારી આરતી કરી રહ્યા હતા ત્યારે જ પુજારી સંજીવ પર પાછળથી કોઈએ ગુલાલ નાખ્યું. ગુલાલ દિવા પર પડ્યું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુલાલમાં કોઈ કેમીકલ હતું તેનાથી આગ લાગી.
ADVERTISEMENT
ગર્ભગૃહમાં લાગેલા ચાંદીને રંગ-ગુલાલથી બચાવવા માટે ફ્લેક્સ લગાવવામાં આવ્યા હતા. તેમાં પણ આગ લાગી ગઈ. અમુક લોકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ પર કાબુ મેળવ્યો. પરંતુ ત્યાં સુધી ગર્ભગૃહમાં હાજર આરતી કરી રહેલા સંજીવ પુજારી સહિત 13 લોકો દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
उज्जैन के श्री महाकाल मंदिर में आग लगने की घटना के संबंध में मुख्यमंत्री श्री @DrMohanYadav51 जी से बात कर जानकारी ली। स्थानीय प्रशासन घायलों को सहायता व उपचार उपलब्ध करवा रहा है। मैं बाबा महाकाल से घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 25, 2024
ADVERTISEMENT
અમિત શાહે સીએમ સાથે કરી વાત
ઘટના બાદ ગુહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મોહન યાદવને ફોન કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. સાથે જ જરૂરી મદદ આપવા માટે પણ કહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાણકારી આપતા તેમણે કહ્યું,
ADVERTISEMENT
વધુ વાંચો: સાબરકાંઠામાં યુવાને નશામાં સળગતી હોળીમાં મૂકીને કાર સળગાવી નાખી
"ઉજ્જૈનના શ્રી મહાકાળ મંદિરમાં આગ લાગવાની ઘટનાના સંબંધમાં મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી જાણકારી લીધી. સ્થાનીક પ્રશાસન ઘાયલોને સહાયતા અને ઉપચાર ઉપલબ્ધ કરાવી રહ્યા છે. હું બાબા મહાકાલ પાસે ઘાયલોને જલ્દી સ્વસ્થ્ય કરવાની કામના કરૂ છું."
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.