બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkantha young man burnt a car by putting it in a burning Holi
Last Updated: 11:50 AM, 25 March 2024
સાબરકાંઠા હોળી દહન દરમિયાન અજીબ ઘટના ઘટી હતી. ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે હોળીકા દહન સમયે નશામાં કાર ચાલકે પોતાની કાર સળગતી હોળીમાં મુકીને કારની બહાર ઉતરી ગયો હતો. કારને સળગતી મુકીને બહાર ઉભા ઉભા જોતો રહ્યો હતો. જોકે કાર સીએનજી હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ADVERTISEMENT
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં નશામાં યુવકે ભાનભુલ્યો હતો. તેણે હોળીની સાથે પોતાની કારને પણ સળગાવી દેતા સૌ કોઇ ચોકી ઉઠ્યા હતા. ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે કારની હોળી કરી દેવામાં આવી છે. હોલીકા દહન સમયે નશામાં યુવકે કાર હોળીમાં સળગતી મુકી હતી. કારની હોળીની ઘટનાના વીડિયો પણ વાયરલ થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે નશામાં કાર ચાલક કારને હોળીમાં હોમીને બહાર નીકળી રહ્યો છે. આ કાર કાર સી.એન.જી હોવાથી ગામ લોકોમાં ભય ફેલાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ખેડબ્રહ્મા તાલુકાના આગીયા ગામે ધગધગતા અંગારા ઉપર ચાલીને હોળીની ઉજવણી કરવામાં આવે છે. પાંડવ કાળથી હોળી પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે. ખેડબ્રહ્માથી 10 કી.મી. દૂર અંબાજી રોડ ઉપર આવેલ આગીયા ગામે હોળીના ધગધગતા અંગારા ઉપર લોકો ચાલે છે. હોળી પ્રગટાવ્યા બાદ ગામની બહાર આવેલ મહાકાળી મંદિરમાં પાણીના કુંડ ભરેલા હોય છે તેની અંદર વાંસ લઈ જઈ બોળવામાં આવે છે અને ત્યારે જ હોળીમાં ચમત્કાર થાય છે વાંસ બોળવાથી હોળીની આજુબાજુ ઉભેલા લોકોને ઠંડક લાગે છે અને એકદમ શીતળતા અનુભવાય છે. ત્યાર પછી અંગારામાં લોકો ચાલે છે. ચાલવાથી કોઈ વ્યક્તિને તકલીફ પડતી નથી. આ હોળીના દર્શનાર્થે રાજ્યભરમાંથી લોકો આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.